May 17, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 17, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftએનવિડિયા માં તીવ્ર ઉછાળો, માર્કેટ કેપ ૫.૬ ટ્રિલિયન ડોલર પાર...!!!

એનવિડિયા માં તીવ્ર ઉછાળો, માર્કેટ કેપ ૫.૬ ટ્રિલિયન ડોલર પાર…!!!

વર્તમાન કારોબારી સેશનમાં એનવિડિયા ના શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. યુએસ સરકારે ચીનની અંદાજે ૧૦ કંપનીઓને એનવિડિયા ની H200 ચિપ ખરીદવાની મર્યાદિત મંજૂરી આપતાં શેરમાં બુલિશ બાયસ યથાવત રહ્યો છે.

કંપનીના શેરમાં ૫% નો ઉછાળો આવી ૨૩૬.૪૭ ડોલરનું તાજું રેકોર્ડ બન્યું છે અને માર્કેટ કેપ ૫.૬૫ ટ્રિલિયન ડોલર પાર પહોંચી ગયું છે.

બજારના મુખ્ય પરિબળો :

યુએસ દ્વારા H200 ચિપ માટે મર્યાદિત લાયસન્સ મળ્યા બાદ એનવિડિયા માટે સાવચેતીનો માહોલ હોવા છતાં બુલિશ વલણ ચાલુ રહ્યું છે. અલીબાબા, ટેન્સેન્ટ અને બાઇટડાન્સ જેવી ચીનની અગ્રણી કંપનીઓને મર્યાદિત ખરીદીની મંજૂરી મળી છે. દરેક ગ્રાહક માટે ૭૫,૦০০ ચિપ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જો કે ચીન પોતાના સ્થાનિક સેમિકન્ડક્ટર ઉત્પાદન પર વધુ ફોકસ કરી રહ્યું છે, જેના કારણે ખરીદીની ગતિ ધીમી છે અને વાસ્તવિક વેચાણ હજુ સુધી મર્યાદિત છે.

કંપની વિશે :

એનવિડિયા હાલ વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક કંપની તરીકે ઉભરી છે અને વર્ષ દરમિયાન અત્યાર સુધી ૨૬% નો ઉછાળો નોંધાયો છે. ચીન અગાઉ કંપનીની કુલ આવકમાં આશરે ૧૩% હિસ્સો ધરાવતું હતું. CEO જેનસન હુઆંગ હાલ યુએસ પ્રતિનિધિમંડળ સાથે ચીનની મુલાકાતે છે, જેના કારણે ભવિષ્યમાં ચિપ એક્સપોર્ટ સંબંધિત નીતિમાં રાહત મળશે એવી અપેક્ષા વધતી જોવા મળે છે.

યુએસ સરકારે સ્પષ્ટ શરત મૂકી છે કે ચીનને મોકલાતી દરેક ચિપનું ફિઝિકલ નિરીક્ષણ યુએસ ટેરિટરીમાં જરૂરી રહેશે. આ નીતિ દ્વારા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ જાળવવા તથા ટેક્નોલોજી ચોરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ શેરમાં બુલિશ બાયસ યથાવત છે. તાજેતરના બ્રેકઆઉટ બાદ શેર ઉપરની દિશામાં મજબૂત ક્લોઝિંગ આપી રહ્યું છે. જોકે ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગનું જોખમ યથાવત હોવાથી રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે.

રેઝિસ્ટન્સ ઝોન ઉપર ટકાવારી મળતાં વધુ ઉછાળો શક્ય છે, જ્યારે સપોર્ટ લેવલ તૂટે તો મર્યાદિત ઘટાડો દેખાઈ શકે છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી જારી રાખવી અને ઘટાડે તબક્કાવાર ખરીદી અપનાવવી યોગ્ય રહેશે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી છે જેથી વોલેટિલિટી દરમિયાન જોખમ નિયંત્રિત રહી શકે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં એનવિડિયા ના શેર રેન્જ બાઉન્ડ રહી શકે છે, કારણ કે ચીન તરફથી વાસ્તવિક ખરીદી શરૂ થાય કે નહીં તે હાલના મુખ્ય ટ્રિગર તરીકે રહેશે. કંપની ૨૦ મેના રોજ Q1 FY2027 ના નાણાકીય પરિણામો જાહેર કરશે, જે આગામી ત્રિમાસિક માટે દિશા નક્કી કરશે.

Spread the love

Most Popular