May 11, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, May 11, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftપીએમની અપીલ બાદ જ્વેલરી શેરોમાં ભારે ધોવાણ…...!!!

પીએમની અપીલ બાદ જ્વેલરી શેરોમાં ભારે ધોવાણ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં જ્વેલરી સેક્ટરના અગ્રણી શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકોને ગેરજરૂરી સોનાની ખરીદી ટાળવાની અપીલ કર્યા બાદ બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

આ અપીલ પછી રોકાણકારોમાં નજીકના ગાળાની માંગ ઘટવાની ચિંતા ઊભી થઈ હતી, જેના કારણે મોટાભાગના જ્વેલરી શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

બજારના મુખ્ય પરિબળો :

આજના ઘટાડા માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર રહ્યા – પીએમની અપીલ બાદ સોનાની ખરીદીમાં મર્યાદિત તેજી રહેવાની ધારણા, અને પહેલાથી જ ઊંચા સ્તર પર ચાલી રહેલા ભાવને કારણે ગ્રાહક માંગમાં યથાવત મંદી. વધતી વોલેટિલિટી વચ્ચે પસંદગીયુક્ત નફારૂપી વેચવાલી સેક્ટર પર દબાણ લાવી રહી છે.

કંપની વિશે :

ટાઇટન શેરમાં લગભગ ૮% સુધીનો ઘટાડો નોંધાયો અને ભાવ ૪૧૫૦ આસપાસ સ્થિર રહ્યો. તાજેતરના ત્રિમાસિક પરિણામ મજબૂત હોવા છતાં બજારમાં નકારાત્મક વલણ યથાવત રહ્યું. કલ્યાણ જ્વેલર્સે લગભગ ૧૦% ઘટાડો નોંધાવ્યો અને NSE પર ૩૮૨ની નીચે કારોબાર કર્યો. સેન્કો ગોલ્ડમાં ૧૧% ઘટાડો નોંધાયો, જ્યારે થંગમયિલ જ્વેલરીમાં પણ આશરે ૧૦% ધોવાણ જોવા મળ્યું. સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સમાં ૧૨% સુધી ઘટાડો નોંધાયો.

પીએન ગડગિલ અને બ્લૂસ્ટોન જ્વેલરીના શેરોમાં પણ ૯% સુધી ઘટાડો નોંધાયો, જેના કારણે સમગ્ર સેગમેન્ટમાં બેરિશ બાયસ યથાવત રહ્યો.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ મોટા ભાગના જ્વેલરી શેરોમાં મહત્વના સપોર્ટ લેવલ તૂટ્યા છે, જે ટૂંકા ગાળાના બેરિશ બાયસ તરફ સંકેત આપે છે. રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ ન મળતા સેક્ટરમાં વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. વધતી વોલેટિલિટી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી હાવી છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી મર્યાદિત રહે છે.

રોકાણ રણનીતિ :

હાલ જ્વેલરી સેક્ટરમાં સાવચેતી જરૂરી છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે. મોટા ઉછાળે પ્રોફિટ બુકિંગ અને ઘટાડે ક્વોલિટી શેરોમાં તબક્કાવાર ખરીદી એ યોગ્ય રણનીતિ છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં જ્વેલરી સેક્ટરમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટની શક્યતા છે. સોનાના ભાવ, કરન્સી માર્કેટની વોલેટિલિટી અને સરકારના નિવેદનો સેક્ટર માટે મુખ્ય પરિબળો રહેશે.

Spread the love

Most Popular