વર્તમાન કારોબારી સેશનમાં બાયોકોનના બાયોસિમિલર સેગમેન્ટમાં તેજીનો ઉછાળો યથાવત રહ્યો છે. કંપનીએ એફવાય૨૭માં ઉત્પાદન ક્ષમતા વધારવા, માર્જિન સુધારવા અને નફાકારક વૃદ્ધિ તરફ આગળ વધવા માટે સ્પષ્ટ દિશામાં પગલા લીધા છે.
મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીહાસ તાંબેએ જણાવ્યું કે નવા બાયોસિમિલર લોન્ચ તેમજ તાજેતરના ઉત્પાદનોના સ્કેલ-અપ થવાથી કંપની આગામી દિવસોમાં વધુ મજબૂત કામગીરી નોંધાવશે.
કંપની વિશે :
બાયોકોનનું બિયોસિમિલર બિઝનેસ એફવાય૨૬માં કુલ આવકના આશરે ૬૦ ટકા હિસ્સા સાથે મુખ્ય વૃદ્ધિ ડ્રાઈવર તરીકે રહ્યું છે. અમેરિકામાં કંપનીએ ડેનોસુમેબ માટેના બે બાયોસિમિલર – બોસાયા અને ઓકેલસો લોન્ચ કર્યા છે તેમજ કેનેડામાં પણ આ પ્રોડક્ટ્સને મંજૂરી મળી છે. યુએસ બજારમાં બાયોકોન સાન્ડોઝ, ફાઈઝર અને એમજેન જેવા દિગ્ગજોની વચ્ચે પોતાના માટે મજબૂત પોઝિશન બનાવી રહી છે.
યેસિનટેક નામના પ્લેક સોરાયસિસ બાયોસિમિલરે અમેરિકામાં લગભગ ૨૦ ટકા માર્કેટ શેર હાંસલ કર્યો છે, જે કંપની માટે પસંદગીયુક્ત મજબૂત સંકેત છે.
નાણાકીય પરિણામો :
એફવાય૨૬માં કંપનીની કુલ આવક ₹૧૬,૯૨૭ કરોડ રહી, જ્યારે નેટ પ્રોફિટ ઘટીને ₹૩૬૮.૮ કરોડ રહ્યો. એ જ સમયગાળાના ચોથી ત્રિમાસિક આંકડાઓમાં પણ નફામાં ઘટાડો નોંધાયો છે. ઈબિટ્ડા માર્જિન બાયોસિમિલર સેગમેન્ટમાં ૨૬ ટકા રહ્યો અને મેનેજમેન્ટને આગામી દિવસોમાં વધુ સુધારાની અપેક્ષા છે.
લેનેલિડોમાઈડ વેચાણમાં ઘટાડો અને કેટલાક વિશિષ્ટ ખર્ચના કારણે નફા પર દબાણ રહ્યું હતું. તેમ છતાં, બિયોસિમિલર સેગમેન્ટમાં વર્ષદરકાર ૧૬ ટકા વૃદ્ધિ અને ઈબિટ્ડામાં ૪૦ ટકા સુધારો નોંધાયો છે, જે બુલિશ બાયસને સમર્થન આપે છે.
બજારના મુખ્ય પરિબળો :
• નવા બાયોસિમિલર લોન્ચથી મજબૂત ટોપલાઈન વૃદ્ધિ
• વ્યાપક સ્કેલ-અપથી ઓપરેટિંગ લેવરેજમાં સુધારો
• ડેટ રિફાઈનાન્સિંગ પછી એફવાય૨૭માં ₹૩૦૦ કરોડથી વધુ ઈન્ટરેસ્ટ ખર્ચમાં ઘટાડાની સંભાવના
• બિયોસિમિલર સેગમેન્ટમાં મજબૂત માંગ યથાવત
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર બાયોકોનની બિયોસિમિલર કામગીરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. વધતા માર્કેટ શેર અને નવા પ્રોડક્ટ્સનાં સફળ લોન્ચને કારણે કંપનીમાં બુલિશ બાયસ રહેવાની શક્યતા છે. મેનેજમેન્ટે એફવાય૨૭ના બીજા અર્ધ વર્ષમાં વધુ મજબૂત તેજીની સંભાવના વ્યક્ત કરી છે.
ટેકનિકલ ચાર્ટ મુજબ કંપનીનું પોજિશન મધ્યમ ગાળામાં મજબૂત બની શકે છે, જો આવક વૃદ્ધિનો ટેન્ડ યથાવત રહે અને ઓપરેશનલ માર્જિનમાં વધારો થાય. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અપનાવવી સાવચેતીપૂર્ણ માનવામાં આવે છે.







