રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક વેચવાલી અને નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. શરૂઆતથી જ બજારમાં ગેપ-ડાઉન ઓપનિંગ જોવા મળી અને દિવસ દરમિયાન દરેક રિકવરી પર વેચવાલી જોવા મળી. વૈશ્વિક નબળાઈ, એફઆઈઆઈ વેચવાલી અને ટેકનિકલ બ્રેકડાઉનના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું એકંદરે ઓવરઓલ સેન્ટિમેન્ટ વેચવાલી તરફ ઝુકેલું રહ્યું.
રાજયોની ચૂંટણીના પરિણામોની અસર સાથે ઈરાન-અમેરિકા યુદ્વનો અંત લાવવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ડિલ શરતો પર વિચારણા કરવાનો અને ઈરાને પણ ન્યુક્લિયર મામલે અમેરિકાની શરતને સ્વિકારી લીધાના અહેવાલોએ યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ ફંડોએ આજે ફંડો, મહારથીઓ શેરોમાં વેચવાલી જોવા મળી હતા. શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં અડધોઅડધ ઉછાળો ઓસરતો જોવાયો હતો. હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં તેજી થઈ હતી. જ્યારે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં વેચવાલી રહી હતી. શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગ્રુપના શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરશે તે પછી હવે તે ચિંતાઓ થોડી ઓછી થઈ છે.ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરવાનો પ્રયાસ એક “માનવતાવાદી સંકેત” હતો જેનો હેતુ ફક્ત એવા તટસ્થ દેશોને મદદ કરવાનો હતો જે ઈરાન પર યુએસ-ઇઝરાયલ યુદ્ધમાં સામેલ ન હતા.
સેન્સેક્સમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો, જેમાં ઇન્ડેક્સે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નાખ્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં વેચવાલી મુખ્ય કારણ રહી. દિવસ દરમિયાન નાના ઉછાળા છતાં અંતે ઇન્ડેક્સ નબળાઈ સાથે બંધ રહ્યો.
બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૨૬૯ સામે ૭૭૧૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૫૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ ૨૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૦૧૭ પોઈન્ટ બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચરમાં બીલ્ડ અપ જોવા મળ્યો, જેમાં ઇન્ડેક્સ સતત દબાણ હેઠળ રહ્યો. ઉપરના લેવલ પર શોર્ટ સેલિંગ અને નીચેના લેવલ પર મર્યાદિત કવરિંગ જોવા મળ્યું.
નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૦૬ સામે ૨૪૦૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૩૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૨૮ પોઈન્ટ બંધ થયેલ.
વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં વધારો અને ગ્લોબલ માર્કેટમાં નબળાઈ ભારતીય બજાર માટે નેગેટિવ રહ્યા. યુએસ અને યુરોપિયન બજારોમાં ઘટાડો રોકાણકારોના વિશ્વાસને ઘટાડે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી માટે દબાણ ઊભું કરે છે. રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ ગ્લોબલ લેવલે મજબૂત બન્યું.
સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી બજાર માટે મુખ્ય નેગેટિવ પરિબળ બની. રૂપિયામાં નબળાઈ અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખે છે. ડીઆઈઆઈ દ્વારા ખરીદી થતી હોવા છતાં તે બજારને સંપૂર્ણ રીતે સપોર્ટ આપી શક્યા નથી.
બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી, જે ઇન્ડેક્સના ઘટાડાનું મુખ્ય કારણ બની. આઈટી સેક્ટરમાં ગ્લોબલ નબળાઈના કારણે તીવ્ર ઘટાડો નોંધાયો. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગ ઘટતા દબાણ જોવા મળ્યો. ઓટોમોબાઈલ સેક્ટરમાં ખર્ચ વધતા અને ડિમાન્ડ અંગે ચિંતા કારણે ઘટાડો રહ્યો. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો, કારણ કે તે ડિફેન્સિવ છે.
ડીઆઈઆઈ દ્વારા મર્યાદિત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે. ડિફેન્સિવ સેક્ટરમાં સ્થિરતા જોવા મળતા સંપૂર્ણ ક્રેશ ટળ્યો. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ હજી મજબૂત રહે છે.
એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી બજાર માટે સૌથી મોટો દબાણ બની. વૈશ્વિક અનિશ્ચિતતા અને જીઓપોલિટિકલ જોખમો રોકાણકારોને જોખમ ટાળવા પ્રેરિત કરે છે.ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી ઇન્ફ્લેશન અંગે ચિંતા વધારે છે. ટેકનિકલ બ્રેકડાઉન અને ડોલર ઇન્ડેક્સની મજબૂતી બજારને વધુ નબળું બનાવે છે.
મિત્રો,૦૪.૦૫.૨૦૨૬ મેં ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૨૮૩૫.૬૨ ખરીદી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૪૭૬૪.૧૬ ખરીદી જોવા મળી હતી
કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલમાં તેજી બજાર માટે નકારાત્મક રહી. મેટલ્સમાં નબળાઈ જોવા મળી. કોમોડિટી માર્કેટ દબાણ હેઠળ રહ્યો.
સોનાના ભાવમાં તેજી જોવા મળી, કારણ કે રોકાણકારો સેફ હેવન તરફ વળ્યા. અનિશ્ચિતતા દરમિયાન ગોલ્ડમાં ડિમાન્ડ વધે છે. ચાંદીમાં મિક્સ્ડ પરંતુ નબળો ટ્રેન્ડ રહ્યો. ઇન્ડસ્ટ્રીયલ માંગ નબળી રહેતા પ્રેશર જોવા મળ્યો.
આજના સેશનમાં બજાર પર સ્પષ્ટ બેરિશ દબાણ જોવા મળ્યું, જેમાં વ્યાપક વેચવાલી અને નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો.ટેકનિકલ અને ગ્લોબલ બંને પરિબળો બજાર માટે નકારાત્મક સંકેત આપે છે, જેના કારણે ટૂંકા ગાળામાં સાવચેતી જરૂરી છે.
ટૂંકા ગાળામાં બજાર નેગેટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. જો નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ નીચે ટકી રહે તો વધુ ઘટાડો શક્ય છે. રીકવરી માટે ઉપરના લેવલ પર સ્ટેબિલિટી જરૂરી રહેશે, નહીં તો દરેક ઉછાળો વેચવાલી માટે ઉપયોગમાં લેવાશે.
ભાવિ દિશા : ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ હવે ટ્રમ્પ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મૂકનારા અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજંપો કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ૧૨૮ ડોલર આંબી જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૯૫ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિબળો રચાયા છે. ભારતની ઓઈલ આયાત અત્યંત મોંઘી બનતા આર્થિક ભીંસ વધવાના સ્પષ્ટ સંકેત છે. ઓઈલ આયાત બિલ વધવાની સાથે ખાધમાં જંગી વધારાની સ્થિતિ કેન્દ્ર સરકારને અકળાવી મૂકનાર અને કફોડી સ્થિતિમાં લાવી દેશે. યુદ્વની સ્થિતિ ક્યારેક હળવી બની રહી છે, તો ક્યારે ફરી યુદ્વ વિરામનો અંત લાવીને ટ્રમ્પ આક્રમક બની ઈરાનને પૃથ્વી પરના નક્શા પરથી ભૂંસી નાખવાની વાત કરીને ઈરાન અને વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે.
Investment in securities market are subject to market risks.Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






