April 19, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, April 19, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી તેજી તરફી માહોલ...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી તેજી તરફી માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

ભારતીય શેરબજાર માટે ગત સપ્તાહ અત્યંત નાટ્યાત્મક અને વોલેટિલિટીથી ભરેલું રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ અંતિમ ચરણમાં બજારે જે રીતે રિકવરી બતાવી છે તે ભારતીય અર્થતંત્રની મજબૂતીનો પુરાવો આપે છે.

સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શરૂઆતના દિવસોમાં વૈશ્વિક નકારાત્મક સંકેતો અને ખાસ કરીને ઈરાન-અમેરિકા વચ્ચેના વધતા તણાવને કારણે બજાર દબાણ હેઠળ રહ્યું હતું. જોકે, નીચલા સ્તરેથી આવેલી ‘વેલ્યુ બાયિંગ’ અને શોર્ટ કવરિંગના ટેકે સેન્સેક્સમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. નિફ્ટી ફ્યુચર પણ તેના મહત્વના સપોર્ટ લેવલ નજીકથી રિકવર થઈને અઠવાડિયાના અંતમાં પોઝિટિવ ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યો છે. ડેરિવેટિવ્સ ડેટા પર નજર કરીએ તો પસંદગીના લૉંગ બિલ્ડઅપ બજારમાં તેજીનો અંડરટોન જળવાયેલો હોવાનું સૂચવે છે.

વૈશ્વિક પરિબળો

વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ તણાવ આ સપ્તાહે બજાર માટે સૌથી મોટું ટ્રિગર સાબિત થયું હતું.

પાકિસ્તાનમાં આયોજિત ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામ અંગેના હકારાત્મક નિવેદનો અને રશિયા, ચીન તથા ફ્રાંસ જેવા દેશોની મધ્યસ્થતાને કારણે યુદ્ધ વિરામ શક્યતા જોતા વૈશ્વિક બજારોમાં રિકવરી આવી હતી. ખાસ કરીને રશિયાએ ભારતને અમર્યાદિત ક્રૂડ ઓઈલ આપવાની આપેલી ખાતરીએ ભારતીય રોકાણકારોમાં વિશ્વાસ જગાડ્યો છે અને સાથે સાથે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જવાનાં સમાચારે બજાર માટે ખૂબ પ્રોત્સાહિત થવાના સંકેતો છે.

સ્થાનિક પરિબળો

ભારતીય અર્થતંત્રનો મજબૂત પાયા તરીકે સ્થાનિક મોરચે ભારતની આર્થિક વૃદ્ધિ અને સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવતો તોતિંગ ખર્ચ બજારને લાંબા ગાળે ટેકો આપી રહ્યો છે. વિદેશી રોકાણકારો (FII) ની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) ની સતત ખરીદી બજાર માટે રક્ષણ કવચ બની રહી છે. આગામી સમયમાં કોર્પોરેટ અર્નિંગ્સ (પરિણામો) ની અપેક્ષા પણ રોકાણકારોને આશાવાદી બનાવી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટો ફરી શરૂ થવાના સમાચાર પણ વેપાર વૃદ્ધિની દ્રષ્ટિએ હકારાત્મક ગણાય.

તેજી માટેના કારણો

1. વેલ્યુ બાયિંગ શેરબજાર જ્યારે ઘટાડા તરફી હતું ત્યારે મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં પ્રોફેશનલ રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી.

2. શોર્ટ કવરિંગ મંદીવાળાઓએ પોતાની પોઝિશન સ્ક્વેર-ઓફ કરતા શોર્ટ કવરિંગ થકી બજારમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં પણ ઈન્ડેક્સ બેઈઝ તેજી તોફાની થવાનાં સંકેતો છે.

મંદી તરફી કારણો

1. FII વેચવાલી: વિદેશી રોકાણકારો દ્વારા દરેક ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે તે જોતાં રોકાણકારો થોડી સાવધાની વર્તી રહ્યાં છે.

2. મોંઘવારીનો ભય ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતા અને આગામી દિવસોમાં સ્થાનિક ચુંટણી પૂરી થયા બાદ પેટ્રોલ ડીઝલ નાં ભાવોમાં વધારો આવવાની શક્યતા મોંઘવારી વધારી શકે છે તેવી આશંકા જોવાઈ રહી છે.

3. ઉંચા વેલ્યુએશન અત્યારના સ્તરે બજારના સ્ટોક વેલ્યુએશન થોડા મોંઘા હોવાથી વિદેશી રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે એ પણ ધ્યાને લેવું જરૂરી છે.

માર્કેટ બ્રેડ્થ અને એડવાન્સ-ડિક્લાઈન રેશિયો

સપ્તાહના અંતે એડવાન્સ-ડિક્લાઈન રેશિયો સુધરતો જોવા મળ્યો છે. અર્થાત, ઘટતા શેરોની સરખામણીએ વધતા શેરોની સંખ્યા વધુ રહી હતી. આ બાબત સૂચવે છે કે તેજી માત્ર ઈન્ડેક્સ પૂરતી મર્યાદિત નથી પરંતુ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ રોકાણકારોનો રસ પાછો ફરી રહ્યો છે. ખાસ કરીને કેપિટલ ગુડ્સ, પાવર, આઈટી અને મેટલ સેક્ટરમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી.

સેક્ટર મુજબનો માહોલ

બેન્કિંગ સેક્ટરે સપ્તાહના અંતે બજારને મજબૂત સપોર્ટ આપ્યો હતો. ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં પણ ખરીદીનું આકર્ષણ જોવા મળ્યું હતું. આઈટી સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો છે, જ્યારે એફએમસીજી અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટર્સમાં સ્થિરતા જોવા મળી હતી. કોમોડિટી બજારમાં પણ ક્રૂડ અને બેઝ મેટલ્સમાં વોલેટિલિટી બાદ સુધારો નોંધાયો હતો.

👉🏼 આગામી નિફ્ટી ફ્યુચર :-

નિફ્ટી ફ્યુચર બંધ ( 24394 ) :-

આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24474 પોઇન્ટથી 24606 પોઇન્ટ, 24737 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

👉🏼 સ્ટોક સ્પેશિફીક ટ્રેન્ડ :-

ટ્રેડિંગ માટે ડેરીવેટીવ સ્ટોક

૧) ઓબેરોય રિયલ્ટી ( ૧૭૧૫ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૯૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

૨) ભારતી ઐરટેલ ( ૧૮૫૦ ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૭૪ થી રૂ.૧૮૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

૩) હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ( ૧૦૪૧ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૩ બીજા સપોર્ટથી એલ્યુમિનિયમ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૫૮ થી રૂ.૧૦૭૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

રોકાણકારો માટે રોકાણલાયક સ્ટોક

👉🏼 આઈડીબીઆઈ બેન્ક ( ૭૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૭૯ થી રૂ.૮૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૬૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

👉🏼એસજેવીએન લિ. ( ૭૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટર સેક્ટરનાં આ સ્ટોકને ૭૦ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!

👉🏼આઈએફસીઆઈ લિ. ( ૬૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬ નો પ્રથમ તેમજ રૂ.૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૬૫ થી રૂ.૭૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

👉🏼એનએમડીસી સ્ટીલ ( ૮૮ ) :- રૂ.૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૯૪ થી રૂ.૧૦૦ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!

ભાવિ દિશા

આગામી સપ્તાહમાં પણ બજાર પોઝિટિવ ઝુકાવ સાથે આગળ વધી શકે છે, પરંતુ તે વોલેટિલિટી વચ્ચે હશે. વૈશ્વિક સંકેતો જોઈએ તો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ઓઈલ સપ્લાયની તમામ અડચણો દૂર થયા નાં અહેવાલો બજારની તેજી માટે મુખ્ય ટ્રિગર રહેશે.

વર્તમાન સંજોગોમાં રોકાણકારોએ મજબૂત ફંડામેન્ટલ ધરાવતા ડિવિડન્ડ પેઈડ અને બોનસ આપનાર સ્ટોક્સમાં જ રોકાણ કરવું જોઈએ.

ટૂંકા ગાળાના ટ્રેડર્સે ‘સ્ટોપ-લોસ’ સાથે ટ્રેડ કરવાં અને લાંબા ગાળાના રોકાણકારોએ દરેક મોટા ઘટાડે સારા ફન્ડામેન્ટલ સ્ટોક પોર્ટફોલિયોમાં ઉમેરવાની વ્યૂહરચના અપનાવવી.

જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહેશે, તો ભારતીય બજારમાં ટૂંકાગાળે નવી તેજી જોવા મળી શકે છે.

નિખિલ ભટ્ટ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Contact :- 99390 80808
www.nikhilbhatt.in

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular