👉🏽 તારીખ :- 15.04.2026 માટે આર્ટિકલ…
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ :- નિખિલ ભટ્ટ
વર્તમાન સમયમાં વૈશ્વિક ભૂ-રાજકીય (Geo-political) સમીકરણો અત્યંત જટિલ વળાંક પર છે. પાકિસ્તાનમાં યોજાયેલી ઈરાન અને અમેરિકા વચ્ચેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વિના નિષ્ફળ જતાં મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાએ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ પૈકીના એક, *સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ* પર નાકાબંધી જાહેર કરી છે. આ એક એવો વળાંક છે જેણે વિશ્વભરના શેરબજારો અને કોમોડિટી બજારોમાં ગભરાટ ફેલાવ્યો છે. પરંતુ, શું આ માત્ર મંદીનો સંકેત છે કે પછી ભારતીય રોકાણકારો માટે એક છુપાયેલી તક એ વિશે વાત કરીએ તો….
૧. વૈશ્વિક સ્તરે ત્રિપાંખિયો જંગ અને આર્થિક જોખમ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત હવાઈ હુમલાના અહેવાલો અને બીજી તરફ ચીન તથા રશિયાનું ઈરાનના સમર્થનમાં આવવું, આ વિવાદને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેના સીધા સંઘર્ષમાં બદલી રહ્યો છે.
અમેરિકન બજારો: યુએસ સેન્ટ્રલ કમાન્ડના આક્રમક વલણને કારણે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં ભારે અફડાતફડી જોવા મળી છે. રોકાણકારો જોખમી અસ્કયામતો (Equities) છોડીને સલામત રોકાણ તરફ વળી રહ્યા છે.
સપ્લાય ચેઈન હોર્મુઝની નાકાબંધી એટલે કે વિશ્વના ૩૦% તેલ પરિવહન પર બ્રેક. આનાથી યુરોપ અને એશિયાના દેશોમાં ઈંધણ સંકટની સાથે સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની આશંકા પ્રબળ બની છે.
૨. કોમોડિટી બજારમાં ક્રૂડ અને ગોલ્ડનો ટ્રેન્ડ
કોમોડિટી માર્કેટ હાલમાં ‘હાઈ વોલેટિલિટી’ ઝોનમાં છે.
ક્રૂડ ઓઈલ શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ‘ભડકો’ થયો છે. ભારત જેવા દેશો જે પોતાની જરૂરિયાતનું ૮૦% ક્રૂડ આયાત કરે છે, તેમના માટે આ ચિંતાજનક છે કારણ કે તે સીધી રીતે મોંઘવારી (Inflation) પર અસર કરે છે.
ગોલ્ડ અને સિલ્વર:- જ્યારે પણ ભૌગોલિક તણાવ વધે છે, ત્યારે સોનું ‘સેફ હેવન’ તરીકે ઉભરી આવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે રોકાણકારો સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છે.
૩. ભારતીય શેરબજારના સ્થાનિક અને વૈશ્વિક કારણો
ભારતીય બજારમાં જોવા મળેલો સેન્સેક્સ અને નિફ્ટીનો ઘટાડો માત્ર વૈશ્વિક નથી, પરંતુ કેટલાક સ્થાનિક પરિબળો પણ તેમાં ભાગ ભજવી રહ્યા છે :
FII ની એક્ઝિટ : વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે, જેનાથી બજારમાં લિક્વિડિટી ઘટી રહી છે.
મોંઘવારી અને વ્યાજદર : ક્રૂડના વધતા ભાવને કારણે આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની આશંકાથી બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.
સેક્ટરલ ઇમ્પેક્ટ :- આઈટી સેક્ટરમાં ગ્લોબલ અનિશ્ચિતતા અને મેટલ સેક્ટરમાં કોમોડિટીના ભાવમાં થતી અસ્થિરતાને કારણે દબાણ જોવા મળ્યું છે.
૪. ભારતીય શેરબજારમાં તેજી તરફી આશાવાદ
ભલે ઉપરછલ્લી રીતે ભારતીય બજાર નબળું દેખાતું હોય, પરંતુ પાયાના સ્તરે (Fundamentals) ભારત અત્યંત મજબૂત સ્થિતિમાં છે કારણ કે હવે ભારતીય બજાર માત્ર વિદેશી રોકાણકારો પર નિર્ભર નથી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) અને સામાન્ય માણસની SIP (Systematic Investment Plan) બજારને નીચેના સ્તરે મજબૂત ટેકો પૂરો પાડે છે ઉપરાંત કોર્પોરેટ અર્નિંગ્સની વાત કરીએ તો ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણામો મજબૂત પ્રદર્શન દર્શાવે છે. ખાસ કરીને ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ સેક્ટરની કંપનીઓ પાસે ઓર્ડર બુકની કોઈ કમી નથી.
સરકારી ખર્ચ અને PLI સ્કીમ: ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રે જે આત્મનિર્ભરતા આવી છે, તે લાંબા ગાળે ભારતને વૈશ્વિક આંચકાઓ સામે સુરક્ષિત રાખી શકે છે અને સાથે સાથે ભારત ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તરફ ઝડપથી વળી રહ્યું છે, જે ભવિષ્યમાં ક્રૂડ ઓઈલ પરની આપણી નિર્ભરતા ઘટાડશે.
રોકાણકારોએ આ સમયે ગભરાવાને બદલે સમજદારીપૂર્વક પોર્ટફોલિયોનું સંચાલન કરવું જોઈએ. ફાર્મા અને એફેમસીજી (FMCG) જેવા સેક્ટર્સ મંદીના સમયમાં પણ સ્થિરતા આપે છે જ્યારે ડિફેન્સ સેક્ટરમાં સરકારી પ્રોત્સાહન અને ઓર્ડર્સને કારણે આ સેક્ટરમાં ‘બાય ઓન ડીપ્સ’ની વ્યૂહરચના લાંબા ગાળે નફો કરાવી શકે છે.
3.ગોલ્ડ :- પોર્ટફોલિયોના ૧૦-૧૫% હિસ્સામાં સોનાનું રોકાણ હેજિંગ (Hedge) તરીકે કામ કરશે.
ભાવિ દિશા :- ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ કે ભૌગોલિક કટોકટી વખતે બજારમાં જે કડાકા આવે છે, તે હંમેશા ખરીદીની ઉત્તમ તક સાબિત થયા છે. ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ટૂંકા ગાળાની વોલેટિલિટીથી ડર્યા વગર, મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવું હિતાવહ છે. જો ઈરાન-અમેરિકા તણાવ હળવો થાય અથવા ક્રૂડના ભાવમાં કરેક્શન આવે, તો ભારતીય બજારમાં ‘V-Shape’ રિકવરી જોવા મળી શકે છે. અત્યારે માત્ર ‘સંયમ અને સાવચેતી’* એ જ સફળ રોકાણકારની ઓળખ છે.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
તા.૧૩.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૮૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટના પ્રથમ અને 23676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23979 પોઈન્ટ થી 24008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર નિફ્ટી ફ્યુચર 24202 આસપાસ સપાટીને સ્પર્શી શકે છે, 24202 નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
સન ફાર્મા ( ૧૬૫૬ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૬૧૮ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૬૬૭ થી રૂ.૧૬૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૪૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
અદાની પોર્ટસ ( ૧૪૬૮ ) :- રૂ.૧૪૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૧૮ ) :- ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૨૭૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા કોમ્પ્યુટર્સ – સોફ્ટવેરે & કન્સલ્ટિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






