April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઆઈજીએક્સમાં ગેસ ટ્રેડિંગનો ૨૮ ટકાનો ઉછાળો, એફવાય૨૬માં રેકોર્ડ વોલ્યુમ નોંધાયા...!!!

આઈજીએક્સમાં ગેસ ટ્રેડિંગનો ૨૮ ટકાનો ઉછાળો, એફવાય૨૬માં રેકોર્ડ વોલ્યુમ નોંધાયા…!!!

આઈજીએક્સ – ઇન્ડિયન ગેસ એક્સચેન્જના તાજા આંકડા મુજબ એફવાય૨૬ દરમિયાન ગેસ ટ્રેડિંગ વોલ્યુમમાં ૨૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. કુલ ૭૬.૮ મિલિયન એમએમબિટીઈના ટ્રેડ સાથે પ્લેટફોર્મે અત્યાર સુધીનું સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ હાંસલ કર્યું છે. વોલ્યુમનો મુખ્ય હિસ્સો ફ્રી માર્કેટ ગેસ તથા ડોમેસ્ટિક એચપીએચટી ગેસ વચ્ચે વહેંચાયો છે.

વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાહી મંતલી કોન્ટ્રાક્ટ રહ્યા હતા, જ્યારે ડિલિવરી પોઇન્ટમાં ગાડીમોગા સૌથી વધુ સક્રિય રહ્યું હતું. એક્સચેન્જે છેલ્લા ચાર વર્ષમાં ૫૮.૬ ટકાનો મજબૂત CAGR જાળવી રાખ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ગેસ ટ્રેડિંગમાં વોલેટિલિટી યથાવત રહી છે. માર્ચ મહિનામાં વોલ્યુમમાં માસિક ધોરણે ૧૧ ટકાનો અને વર્ષ-દર-વર્ષના આધારે ૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મધ્ય પૂર્વ ક્ષેત્રમાં સપ્લાય વિક્ષેપને કારણે સ્પોટ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ટ્રેડિંગ પ્રવૃત્તિ પર દબાણ આવ્યું છે.

માર્ચ દરમિયાન આશરે ૯૩ ટકાનો ટ્રેડ ડોમેસ્ટિક એચપીએચટી ગેસ માટે રહ્યો હતો, જે પ્રાયોરિટી સેક્ટર માટે ફાળવવામાં આવ્યો હતો. ફ્રી માર્કેટ ગેસનો હિસ્સો માત્ર ૭ ટકા રહ્યો હતો. કેટલીક ડિલિવરી પોઇન્ટ્સ પર પ્રાઇસિંગ ફ્રીડમ ધરાવતા ગેસમાં મર્યાદિત ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

કંપની વિશે :

આઈજીએક્સે એફવાય૨૬માં કુલ ૧,૯૨૪ ટ્રેડ્સ પૂર્ણ કર્યા હતા. મંતલી કોન્ટ્રાક્ટમાં ૬૪ ટકાનો હિસ્સો રહ્યો હતો, ફોર્ટનાઇટલીમાં ૧૪ ટકા અને ડે-અહેડ, વીકલી, ડેલી તથા ઈન્ટ્રાડે કોન્ટ્રાક્ટમાં મર્યાદિત વોલ્યુમ નોંધાયું હતું. કુલ ટ્રેડેડ કોન્ટ્રાક્ટ સામે ૭૬.૩ મિલિયન એમએમબિટીઈની ડિલિવરી બજાવવામાં આવી હતી.

માર્ચ મહિનામાં ડિલિવરી ૯ મિલિયન એમએમબિટીઈ રહી હતી જ્યારે GIXI ઇન્ડેક્સ માસિક ધોરણે ૧ ટકા ઉછળ્યો હતો. તેમ છતાં વૈશ્વિક ભાવવધારાનો પૂર્ણ પ્રભાવ ઇન્ડેક્સમાં જોવા મળ્યો નથી કારણ કે મોટાભાગના કોન્ટ્રાક્ટ ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થયા હતા.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં મધ્ય પૂર્વની જીઓપોલિટિકલ પરિસ્થિતિ તથા સપ્લાય સ્થિરતા ટ્રેડિંગ વોલ્યુમ માટે મહત્વની રહેશે. વોલેટિલિટી યથાવત રહે તેવી શક્યતા છે, તેથી ટ્રેડર્સે સાવચેતીનો માહોલ જાળવો જરૂરી રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની વ્યૂહરચના યોગ્ય રહી શકે છે.

Spread the love

Most Popular