April 1, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 1, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftએમઆરપીએલ દ્વારા એલપીજી ઉત્પાદનમાં તીવ્ર ઉછાળો, હોર્મુઝ અવરોધ વચ્ચે ક્ષમતાનો મજબૂત ઉપયોગ...!!!

એમઆરપીએલ દ્વારા એલપીજી ઉત્પાદનમાં તીવ્ર ઉછાળો, હોર્મુઝ અવરોધ વચ્ચે ક્ષમતાનો મજબૂત ઉપયોગ…!!!

મંગલુરુ રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ)એ હોર્મુઝ સ્ટ્રેઇટમાં ઉભી થયેલી અણધારી પરિસ્થિતિ અને પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ વચ્ચે એલપીજી ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. કંપની અનુસાર હવે રોજિંદું ઉત્પાદન અંદાજે ૪૫ લાખ કિલો સુધી પહોંચી ગયું છે, જે અગાઉના ૩૩ લાખ કિલોની તુલનામાં લગભગ ૩૦ ટકાનો વધારો સૂચવે છે.

કંપનીના રિફાઇનરી ડિરેક્ટર નંદકુમાર વી. પિલ્લાઈએ જણાવ્યું કે વર્તમાન કારોબારી સેશનમાં રિફાઇનરી લગભગ ૧૨૦ ટકા ક્ષમતાથી કાર્યરત છે અને ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા જાળવવા માટે વિવિધ સ્ત્રોતો શોધી રહ્યા છે.

કંપની વિશે :

એમઆરપીએલએ ૨૦૨૫-૨૬ના ગાળામાં નવા મંગલુરુ બંદરે કુલ ૨૩.૪ મિલિયન ટન જેટલો કાર્ગો હેન્ડલ કર્યો છે. આ દરમ્યાન ૩૪૬ વેસલ્સ બંદરે પહોંચી હતી. બંદર સંચાલનમાં એમઆરપીએલનું યોગદાન મહત્વપૂર્ણ ગણાય છે.

બંદર સત્તાવાળાઓ અનુસાર ગયા નાણાકીય વર્ષમાં કુલ કાર્ગો હેન્ડલિંગ ૫૦.૦૪ મિલિયન ટન સુધી પહોંચ્યું હતું જેમાં એમઆરપીએલનું યોગદાન મુખ્ય રહ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ, હોર્મુઝ સ્ટ્રેઇટમાં અવરોધ અને ક્રૂડની કીમતમાં થયેલા તીવ્ર ઉછાળાને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે. ક્રૂડની કીમતો ઉંચા સ્તરે રહેતા રિફાઇનરીઓ પર ખર્ચનો દબાણ યથાવત છે, જેના પરિણામે એલપીજી ઉત્પાદનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

જોકે, ટૂંકા ગાળામાં ઊર્જા સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે, જ્યારે કેટલાક રિફાઇનરી શેરોમાં મર્યાદિત મજબૂતી યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ઊર્જા સેગમેન્ટમાં રેન્જ બાઉન્ડ ચાલ જોવા મળી રહી છે. ક્રૂડમાં ઉછાળો આવતા રેઝિસ્ટન્સ ઝોન નજીક નફારૂપી વેચવાલીની સંભાવના રહે છે, જ્યારે એમઆરપીએલના ઉત્પાદનમાં વધારો થવાથી સ્ટોકમાં મર્યાદિત બુલિશ બાયસ યથાવત છે. સપોર્ટ લેવલ જાળવવા માટે આવનારા ઉત્પાદન આંકડા મહત્વપૂર્ણ સાબિત થશે.

રોકાણ રણનીતિ :

વર્તમાન બજાર પરિસ્થિતિમાં સાવચેતીનો માહોલ યથાવત છે.

• ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવવી યોગ્ય ગણાય છે.

• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી મર્યાદિત લાભકારી બની શકે છે.

• વધતી વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ રાખવો જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેઇટમાં કાર્ગો ચળવળ સામાન્ય થવા પર બજારનું વલણ નિર્માણ પામશે. ઊર્જા સેગમેન્ટમાં હાલની રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહી શકે છે. એમઆરપીએલની વધારેલી ઉત્પાદન ક્ષમતા ટૂંકા ગાળે મજબૂત પરિબળ તરીકે જોવામાં આવે છે.

Spread the love

Most Popular