April 1, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 1, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftકરુર વૈશ્ય બેંક દ્વારા એમસીએલઆર દરોમાં ઘટાડો…...!!!

કરુર વૈશ્ય બેંક દ્વારા એમસીએલઆર દરોમાં ઘટાડો……!!!

કરુર વૈશ્ય બેંકે તેના માજિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં સુધારો જાહેર કર્યો છે. બેંકે વિવિધ અવધિના લોન માટે દરોમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે બેંકના ગ્રાહકોને રાહત મળી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન વ્યાજદરના માહોલમાં બેંકો દ્વારા ધીમે ધીમે લોનના દરોમાં સુધારો જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રેપો રેટ યથાવત રાખ્યા બાદ અનેક બેંકો પોતાના વ્યાજના દરોમાં ફેરફાર કરી રહી છે. કરુર વૈશ્ય બેંકે પણ સ્પર્ધાત્મક માહોલમાં ગ્રાહક કેન્દ્રિત નિર્ણય તરીકે આ ઘટાડો કર્યો છે.

નાણાકીય પરિણામો :

બેંકે જાહેર કરેલા સુધારેલા દરો મુજબ એક મહિનાની અવધિ માટે એમસીએલઆર હવે ૮.૩૦% થશે, જ્યારે ત્રણ મહિના માટે ૮.૫૦%, અને છ મહિના માટે ૮.૭૦% રહેશે. એક વર્ષ માટેનો દર ૮.૯૦% સુધી ઘટાડી દેવાયો છે. નવા દરો ૧ મે થી અમલમાં આવશે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ રીતે જોવામાં આવે તો કરુર વૈશ્ય બેંકના સ્ટોકમાં છેલ્લા કેટલાક સેશન્સમાં મર્યાદિત વોલેટિલિટી જોવા મળી છે. બેંકના હેલ્ધી ફંડામેન્ટલ્સ અને સતત નફાકારકતા રોકાણકારોને લાંબા ગાળે આકર્ષી શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અહીં યોગ્ય ગણાય શકે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં વ્યાજદરનું સ્તર યથાવત રહેવાની સંભાવના છે, જો કે ક્રેડિટ ડિમાન્ડમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને બેંકો ધીમે ધીમે સ્પ્રેડ્સ એડજસ્ટ કરી શકે છે. રોકાણકારો માટે બેંકિંગ સેક્ટરમાં ક્વોલિટી પોઝિશન જાળવવું યોગ્ય રહેશે.

Spread the love

Most Popular