મિત્રો, શું તેજીના વળતા પાણી શરૂ થયા છે…!?
ભારતીય શેરબજારમાં એક બાજુ વેચવાલીના કડાકા સાથે રોકાણકારોમાં વધતો જતો મંદીનો ભય અને બીજી બાજુ, વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સ (Goldman Sachs) દ્વારા ભારતીય શેરબજારના રેટિંગમાં અને નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.
માર્ચ ૨૦૨૬ના તાજેતરના અહેવાલમાં, ગોલ્ડમેન સાક્સે ભારતીય ઇક્વિટી બજાર માટેના પોતાના રેટિંગ અને નિફ્ટીના લક્ષ્યાંકમાં સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો છે. આ અહેવાલ બાદ માર્કેટના સેન્ટિમેન્ટમાં સેક્ટર પ્રમાણે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
રેટિંગ અને લક્ષ્યાંકમાં ફેરફાર સાથે ગોલ્ડમેન સાક્સે ભારતીય બજાર માટેનું પોતાનું વલણ ‘ઓવરવેઇટ’ (Overweight) થી ઘટાડીને ‘માર્કેટવેઇટ’ (Marketweight) કરી દીધું અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આગામી ૧૨ મહિના માટે નિફ્ટી ૫૦ નો લક્ષ્યાંક જે અગાઉ ૨૯,૫૦૦ પોઈન્ટ હતો, તેને ઘટાડીને ૨૫,૩૦૦ થી ૨૫,૯૦૦ પોઈન્ટની રેન્જમાં લાવી દીધો છે. આ લગભગ ૧૪% નો ઘટાડો સૂચવે છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યેનો રોકાણ ઉત્સાહ ઓસરી રહ્યો છે.
ડાઉનગ્રેડ પાછળના ૫ મુખ્ય કારણો
મિત્રો, આ આક્રમક ઘટાડા પાછળ ગોલ્ડમેન સાક્સના વિશ્લેષકોએ નીચેના પરિબળોને જવાબદાર ગણાવ્યા છે :-
👉🏼 કોર્પોરેટ કમાણીમાં નરમાશ :-
ભારતીય કંપનીઓની કમાણી (Earnings) વૃદ્ધિનો અંદાજ જે પહેલા ૧૬% હતો, તે હવે ઘટીને માત્ર ૮% રહી શકે છે. વધતી જતી ઇનપુટ કોસ્ટના કારણે પ્રોફિટ માર્જિન પર દબાણ છે.
👉🏼 GDP ગ્રોથ અને વ્યાજદર :-
વર્ષ ૨૦૨૬ માટે ભારતનો GDP ગ્રોથ અંદાજ ૭% થી ઘટાડીને ૫.૯% કરવામાં આવ્યો છે ઉપરાંત, વધતી મોંઘવારીને કાબૂમાં લેવા RBI દ્વારા વ્યાજદરમાં ૦.૫૦% સુધીનો વધારો થઈ શકે છે.
👉🏼 ક્રૂડ ઓઈલનું જોખમ :-
મધ્ય-પૂર્વના દેશોમાં વધતા ભૌગોલિક તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જે ભારતની આયાત બિલ અને રાજકોષીય ખાધ પર નકારાત્મક અસર કરે છે.
👉🏼 વધતો ફુગાવો અને રૂપિયાની નબળાઈ :-
વિશ્લેષક નાં મત મુજબ ફુગાવામાં અંદાજીત 70 બેઝિશ પોઈન્ટનો વધારો કર્યો છે જે ચાલુ ખાતાની ખાદ્ય જીડીપી નાં 2% સુધી વધવાની અને ભારતીય રૂપિયા નાં નબળાં પડવાની શક્યતા દર્શાવે છે.
👉🏼વિદેશી રોકાણકારોની વેચવાલી :-
FPI (Foreign Portfolio Investors) સતત ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે, જે બજારના વેલ્યુએશનને અસર કરી રહ્યું છે.
👉🏼ઉંચા વેલ્યુએશન :-
ભારતીય બજાર તેના ઐતિહાસિક સરેરાશ કરતા હજુ પણ મોંઘા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જે તેને અન્ય ઉભરતા બજારોની તુલનામાં જોખમી બનાવે છે ઉપરાંત લાંબા સમય સુધી ઊંચા ઉર્જાના ભાવો અર્થતંત્ર ને વધુ ખરાબ કરે છે.
મિત્રો, રોકાણકારોએ શું કરવું જોઈએ…!?
અત્યારે અંધાધૂંધ રોકાણ કરવાને બદલે ‘વેઈટ એન્ડ વોચ’ ની નીતિ અપનાવવી હિતાવહ છે. બેંકિંગ અને ડિફેન્સ જેવા મજબૂત સેક્ટર્સમાં તક શોધી શકાય છે, પરંતુ ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટર્સમાં સાવચેતી રાખવી જરૂરી છે.
ગોલ્ડમેન સાક્સનો આ રિપોર્ટ બજાર માટે ‘વેક-અપ કોલ’ સમાન છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ કરેક્શન સારા શેરોમાં એન્ટ્રી લેવાની તક બની શકે છે, પરંતુ ટૂંકા ગાળા માટે વોલેટિલિટી વધવાની પૂરી સંભાવના છે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
Contact :- 99390 80808






