March 28, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, March 28, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightડૉ. રેડ્ડીઝ લેબ : સેમાગ્લુટાઇડ લોન્ચ બાદ ક્વોલિટી ફોકસ સાથે આગળ વધતી...

ડૉ. રેડ્ડીઝ લેબ : સેમાગ્લુટાઇડ લોન્ચ બાદ ક્વોલિટી ફોકસ સાથે આગળ વધતી કંપની……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ફાર્મા સેગમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ડૉ. રેડ્ડીઝ લેબના સેમાગ્લુટાઇડના સફળ લોન્ચ પછી બજારમાં કંપની પ્રત્યે બુલિશ બાયસ યથાવત રહ્યો છે.

કંપની વિશે :

ડૉ. રેડ્ડીઝ લેબે ભારતમાં સેમાગ્લુટાઇડને DCGIની મંજૂરી સાથે ‘ઓબેડા’ બ્રાન્ડ નામે પ્રથમ તબક્કામાં રજૂ કર્યું છે. કંપની આ ક્ષેત્રમાં પ્રથમ મૂવર તરીકે GLP-૧ માર્કેટમાં મજબૂત પોઝિશન બનાવી રહી છે. સેમાગ્લુટાઇડ એક કોમ્પ્લેક્સ પેપ્ટાઇડ પ્રોડક્ટ છે, જેને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ અને સ્ટેરાઈલ પ્રોડક્શનની જરૂર પડે છે – જેમાં ડૉ. રેડ્ડીઝ લાંબા સમયથી કુશળ છે.

કંપનીએ પ્રીમિયમ પ્રાઈસિંગ રૂ. ૪,૨૦૦ પ્રતિ મહિના રાખ્યું છે, જયારે અન્ય વિકલ્પો આશરે રૂ. ૧,૩૦૦ આસપાસ ઉપલબ્ધ છે. પ્રીફિલ્ડ પેન ફોર્મેટના કારણે ડૉક્ટર અને દર્દીઓ વચ્ચે તેની સ્વીકાર્યતા વધતી જોવા મળી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

ફાર્મા સેગમેન્ટમાં GLP-૧ આધારિત પ્રોડક્ટ્સની માંગ સતત વધી રહી છે. પ્રોફિટ બુકિંગ વચ્ચે પણ ડૉ. રેડ્ડીઝના શેરમાં વોલેટિલિટી મર્યાદિત રહી છે અને મોટા ભાગના બ્રોકરેજ હાઉસોએ શેર પર ‘Add’ વલણ યથાવત રાખ્યું છે. મેનેજમેન્ટે ભાવમાં અતિશય ઘટાડો ન કરવાની સ્પષ્ટતા કરી હોવાથી માર્જિન મજબૂત રહેવાની શક્યતા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ કંપનીના શેરમાં રેઝિસ્ટન્સ તૂટે તો નજીકના સમયમાં મજબૂત બ્રેકઆઉટ શક્ય છે. નીચેના લેવલ પર સપોર્ટ લેવલ યથાવત છે, જેના કારણે ઘટાડે તબક્કાવાર ખરીદી નોંધાઈ રહી છે. ઉછાળે નફારૂપી વેચવાલી મર્યાદિત રહી છે, અને સમગ્ર ટેક્નિકલ માળખામાં બુલિશ બાયસ યથાવત છે.

રોકાણ રણનીતિ :

ટૂંકાગાળાના રોકાણકારો માટે સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી યોગ્ય રહેશે. ફાર્મા સેગમેન્ટમાં ખાસ કરીને ગુણવત્તાવાળા શેરોમાં પસંદગીયુક્ત ખરીદી સમયોચિત માનવામાં આવે છે. બ્રોકરેજોએ ટાર્ગેટ રૂ. ૧,૩૧૫ સાથે ‘Add’ રેટિંગ જાળવી રાખી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં GLP-૧ સંબંધિત પ્રોડક્ટ્સની વધતી માંગને પગલે ડૉ. રેડ્ડીઝ લેબ માટે ઓપરેશનલ લેવરેજમાં સુધારો શક્ય છે. સપ્લાય ચેઇન અને ઉત્પાદન ખર્ચ સ્થિર રહે તે મુખ્ય પરિબળ રહેશે. મધ્યમ ગાળામાં કંપની માટે વલણ મજબૂત અને રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે.

Spread the love

Most Popular