વર્તમાન કારોબારી સેશનમાં ઊર્જા બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે. હોર્મુઝ વિસ્તારમાં વધતી તંગદિલી અને સપ્લાય ચેનમાં ધોવાણને કારણે ભારતે વર્ષો બાદ ઈરાનથી એલપીજી આયાત ફરી શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ ઈરાની એલપીજી લઈને આવતું ઓરોરા નામનું જહાજ આજે મંગલુરુ બંદરે પહોંચવાનું છે. આ જહાજ મૂળ ચીન તરફ જતું હતું, પરંતુ ત્યારબાદ રૂટ બદલાયો હતો.
બજારના મુખ્ય પરિબળો :
• હોર્મુઝ વિસ્તારમાં જીઓપોલિટિકલ ટેન્શન યથાવત રહેતા ઊર્જા સપ્લાયમાં ધોવાણ જોવા મળ્યું છે.
• એલપીજી સપ્લાયમાં ઘટાડો થતાં દેશમાં રિટેલ સ્તરે દબાણ વધ્યું છે.
• અમેરિકા તરફથી મળેલા ૩૦ દિવસના પ્રતિબંધ છૂટથી ઈરાનથી એલપીજી ખરીદી શક્ય બની છે.
• ભારતમાં ગયા વર્ષે ૩૩ મિલિયન ટન જેટલી એલપીજી વપરાશ થઈ હતી, જેમાં મોટો હિસ્સો આયાત આધારિત હતો.
સેક્ટર દૃષ્ટિકોણ :
દેશની આઈઓસી, બિપીસીએલ અને એચપીસીએલ જેવી પીએસયુ ઓઈલ કંપનીઓ પર સપ્લાય ગેપને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં દબાણ જોવા મળ્યું હતું. હવે ઈરાનથી આવતી આ લોટ તેમને મર્યાદિત રાહત પૂરી પાડે તેવી શક્યતા છે. હોર્મુઝ માર્ગમાં અટવાયેલા શિવાલિક, નંદાદેવી અને જગ વસંત જેવા ટાંકરોને ધીમે ધીમે ક્લિયર કરવામાં આવી રહ્યા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ઊર્જા આયાત સંબંધિત પીએસયુ શેરોમાં વોલેટિલિટી યથાવત રહેશે. સપોર્ટ લેવલ જાળવવા માટે સપ્લાય સામાન્ય થવું જરૂરી રહેશે. કોઈપણ ઉછાળે નફારૂપી વેચવાલી શક્ય છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીનો પ્રવાહ મર્યાદિત રહી શકે છે.
રોકાણ રણનીતિ :
• ઊર્જા સેગમેન્ટમાં સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી.
• જીઓપોલિટિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેતીનો માહોલ યથાવત રાખવો.
• પીએસયુ ઓઈલ સેગમેન્ટમાં પસંદગીયુક્ત અભિગમ રાખવો.
• તેલ અને ગેસ આયાત સંબંધિત કંપનીઓમાં રેન્જ બાઉન્ડ સ્વિંગની શક્યતા.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં હોર્મુઝ માર્ગની સ્થિતિ અને અમેરિકા-ઈરાન વચ્ચેની રાજકીય હલચલ ઊર્જા બજારની દિશા નક્કી કરશે. ભારતે વધારાના ઈરાની એલપીજી કાર્ગો ખરીદવાની શક્યતા દર્શાવી છે, જે સ્થાનિક સપ્લાયને મજબૂત બનાવી શકે છે.






