HomeBusiness News - Rightક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે: ગોલ્ડમેન સેક્સનું એલર્ટ...!!!

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે: ગોલ્ડમેન સેક્સનું એલર્ટ…!!!

વૈશ્વિક એનર્જી માર્કેટમાં હાલમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના રાજકીય તણાવ અને શિપિંગ રૂટમાં પડતા અવરોધોને કારણે બજારમાં સાવચેતીનો માહોલ છે. ગોલ્ડમેન સેક્સના તાજેતરના અહેવાલ મુજબ, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલના પુરવઠામાં વિક્ષેપ યથાવત રહેશે, તો બ્રેન્ટ ક્રૂડના ભાવ Q4 માં $૧૨૦ પ્રતિ બેરલને પાર કરી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :
વૈશ્વિક બજારમાં હાલમાં જીઓપોલિટિકલ ટેન્શન વધતા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. US અને ઇરાન વચ્ચેના વધતા સંઘર્ષ તેમજ હુથી બળવાખોરો દ્વારા સાઉદી શિપમેન્ટ પર પ્રતિબંધ મૂકવાની ધમકીને કારણે બજારમાં અસ્થિરતા છે. વધુમાં, Q2 દરમિયાન વૈશ્વિક ઓઇલ ઇન્વેન્ટરીમાં થયેલા ઘટાડાએ માર્કેટને સપ્લાય ડિસ્રપ્શન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યું છે. રેડ સી માં શિપિંગના જોખમો પણ ભાવ વધારા માટે જવાબદાર બની શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :
બ્રેન્ટ ક્રૂડના ભાવ હાલમાં $૯૧ ની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે. ગોલ્ડમેન સેક્સના વિશ્લેષકોના મતે જો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થાય, તો બ્રેન્ટ ક્રૂડ Q4 માં સરેરાશ $૮૦ અને આગામી વર્ષે $૭૫ ના સ્તર પર રહી શકે છે. જોકે, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપ ચાલુ રહેશે, તો ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અને તે $૧૨૦ સુધી પહોંચી શકે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ $૮૮.૫૪ ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે.

રોકાણ રણનીતિ :
ભૌગોલિક જોખમો સામે સુરક્ષિત રહેવા માટે, ગોલ્ડમેન સેક્સ યુરોપિયન ડીઝલ ટાઇમસ્પેરેડમાં લોંગ પોઝિશન લેવાની સલાહ આપે છે. ડીઝલ માર્કેટમાં સપ્લાયની સ્થિતિ પહેલેથી જ tight છે. રશિયન રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલા અને કુદરતી પરિબળોને કારણે ડીઝલના પુરવઠામાં ઘટાડો થવાની શક્યતા છે, જે રોકાણકારો માટે સાવચેતીનો વિષય છે.

ભાવિ દિશા :
આગામી દિવસોમાં ક્રૂડના ભાવ વૈશ્વિક રાજકીય સ્થિતિ અને સપ્લાય ચેઇન પર આધારિત રહેશે. ચીન દ્વારા ક્રૂડ ઈમ્પોર્ટ્સમાં મર્યાદિત ઘટાડો ભાવના ઉછાળાને રોકી શકે છે, પરંતુ જો અસ્થિરતા યથાવત રહેશે તો બજારમાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે.

Spread the love

Most Popular