HomeBusiness News - LeftQ1 ના પરિણામો અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે બજારમાં વોલેટિલિટીનું જોખમ...!!!

Q1 ના પરિણામો અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે બજારમાં વોલેટિલિટીનું જોખમ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાં વૈશ્વિક સંકેતો અને સ્થાનિક પરિબળોને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. આ અઠવાડિયે કોર્પોરેટ Q1 પરિણામો, પશ્ચિમ એશિયામાં વધતું જીઓપોલિટિકલ ટેન્શન અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

બજારના મુખ્ય પરિબળો :
બજારમાં વધઘટ માટે મુખ્યત્વે કોર્પોરેટ Q1 અર્નિંગ્સ, પશ્ચિમ એશિયામાં US અને ઈરાન વચ્ચેનું વધતું તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ જવાબદાર રહેશે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ અને ખરીફ પાકની વાવણી પણ મહત્વના પરિબળો છે, જે ગ્રામીણ માંગ અને RBI ની ભાવિ પોલિસી પર અસર કરી શકે છે.

નાણાકીય પરિણામો :
આ અઠવાડિયે ઈન્ફોસિસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી, બજાજ ઓટો, નેસ્લે ઈન્ડિયા, અને ડૉ. રેડ્ડીઝ જેવી મોટી કંપનીઓના Q1 પરિણામો આવવાની શક્યતા છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મજબૂત પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે HDFC બેંકનો નફો ૫% અને ICICI બેંકનો નફો ૧૩.૮૮% વધ્યો છે. કોટક મહિન્દ્રા બેંકમાં ૨૨.૫૫% અને એક્સિસ બેંકમાં ૨૨.૨૩% નો ઉછાળો જોવા મળ્યો છે.

ભાવિ દિશા :
આગામી દિવસોમાં રોકાણકારોનું ધ્યાન પશ્ચિમ એશિયાની સ્થિતિ પર રહેશે. જો તણાવમાં ઘટાડો થશે તો બજારમાં ખરીદીનો ઉછાળો આવી શકે છે, પરંતુ જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે તો વોલેટિલિટી વધશે. હાલમાં બજાર સ્ટોક-સ્પેસિફિક તકો શોધશે અને રેન્જ બાઉન્ડ રહી શકે છે. ઘટાડે તબક્કાવાર ખરીદી માટે તકની શોધ કરવી યોગ્ય રહેશે.

Spread the love

Most Popular