HomeBusiness News - Leftઓપનએઆઈ માં મોટો ફેરફાર: ફિજિ સિમો એ તબિયતના કારણોસર CEO પદ પરથી...

ઓપનએઆઈ માં મોટો ફેરફાર: ફિજિ સિમો એ તબિયતના કારણોસર CEO પદ પરથી રાજીનામું આપ્યું…!!!

ઓપનએઆઈ કંપનીના મહત્વના એક્ઝિક્યુટિવ ફિજિ સિમો એ AGI ડિપ્લોયમેન્ટના CEO પદ પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ મેડિકલ લીવ પર હતા અને હવે સ્વાસ્થ્યના કારણોસર તેમણે આ નિર્ણય લીધો છે.

કંપની વિશે :
ઓપનએઆઈ એ AI ક્ષેત્રે વિશ્વભરમાં ખૂબ જ મજબૂત સ્થાન બનાવ્યું છે. કંપની હાલમાં તેના બિઝનેસ મોડેલના વિસ્તરણ અને સંભવિત IPO ની તૈયારીઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ પ્રોફેશનલ્સ માટે ChatGPT Work નામનું નવું AI ટૂલ પણ લોન્ચ કર્યું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :
AI ક્ષેત્રે અત્યારે ખૂબ જ તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે, ખાસ કરીને એન્થ્રોપિક જેવી કંપનીઓ સામે ઓપનએઆઈ માટે પડકાર વધ્યા છે. આ ક્ષેત્રમાં નવા AI ટૂલ્સ દ્વારા બજારમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

ભાવિ દિશા :
ફિજિ સિમો ના ગયા પછી તેમની જવાબદારીઓ ઓપનએઆઈ ના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન, CFO સારા ફ્રિયર અને CSO જેસન કવોન વચ્ચે વહેંચવામાં આવશે. આગામી દિવસોમાં કંપનીના બિઝનેસ મોડેલ અને નવા પ્રોડક્ટ્સના લોન્ચિંગ પર આ ફેરફારની અસર જોવા મળી શકે છે.

Spread the love

Most Popular