HomeBusiness News - Leftઅદાણી ગ્રુપનો મોટો પ્લાન: 2035 સુધીમાં 10 GW ન્યુક્લિયર પાવર ક્ષમતા બનાવશે...!!!

અદાણી ગ્રુપનો મોટો પ્લાન: 2035 સુધીમાં 10 GW ન્યુક્લિયર પાવર ક્ષમતા બનાવશે…!!!

અદાણી ગ્રુપ દ્વારા એનર્જી પોર્ટફોલિયોના વિસ્તરણ માટે એક મોટો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા 2035 સુધીમાં 10 GW ન્યુક્લિયર પાવર ક્ષમતા નિર્માણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે ભારતની ઉર્જા સુરક્ષા અને વધતી જતી વીજળીની માંગને ધ્યાનમાં રાખીને ‘અદાણી એટમિક એનર્જી’ હેઠળ આ પગલું લેવામાં આવી રહ્યું છે.

કંપની વિશે :

અદાણી ગ્રુપ એનર્જી વેલ્યુ ચેઈનમાં પોતાનું રોકાણ વધારી રહ્યું છે. કંપનીએ FY26 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹ ૧.૫ લાખ કરોડથી વધુનું રેકોર્ડ રોકાણ કર્યું છે, જે ભારતના કુલ નવા ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચના ૩૦% થી વધુ છે. ન્યુક્લિયર એનર્જી માટે જમીન પણ ઓળખી લેવામાં આવી છે, જે ભારતને ક્લીન અને રાઉન્ડ-ધ-ક્લોક પાવર પૂરો પાડવામાં મદદરૂપ થશે.

સેક્ટર દૃષ્ટિકોણ :

એનર્જી સેક્ટરમાં અદાણી પાવર દ્વારા ₹ ૨ લાખ કરોડથી વધુના રોકાણ સાથે 45 GW ક્ષમતા સુધી પહોંચવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, અદાણી એનર્જી સોલ્યુશન્સ પાસે ₹ ૭૨,૦૦૦ કરોડનો ટ્રાન્સમિશન ઓર્ડર બુક છે. કંપની રિન્યુએબલ એનર્જીમાં પણ મજબૂત બની રહી છે, જેમાં ભૂતાન સાથે મળીને 5,000 MW હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ વિકસાવવાનો પ્લાન સામેલ છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં અદાણી ગ્રુપનો આ વિસ્તરણ પ્લાન એનર્જી સેક્ટરમાં મોટી હિલચાલ લાવી શકે છે. અદાણી ટોટલ ગેસ પણ ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે ભારતની ઉર્જા ક્ષમતાને મજબૂત કરવા માટે ગ્રુપ સતત રોકાણ કરવાનું ચાલુ રાખશે.

Spread the love

Most Popular