વર્તમાન કારોબારી સેશનમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL) ના શેરો પર રોકાણકારોનું ધ્યાન ખેંચાઈ શકે છે. કંપનીએ ₹૧,૦૮૧ કરોડના વધારાના ઓર્ડર મેળવીને તેની રેવન્યુ વિઝિબિલિટી મજબૂત કરી છે.
કંપની વિશે :
Navratna PSU ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ તાજેતરમાં જ ₹૧,૦૮૧ કરોડના ઓર્ડર મેળવ્યા છે. આ ઓર્ડરમાં કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ, રડાર, CBRN પ્રોટેક્શન સિસ્ટમ્સ, એવિઓનિક્સ અને સ્પેર પાર્ટ્સનો સમાવેશ થાય છે. આ પહેલા મે મહિનામાં પણ કંપનીએ ₹૬૦૮ કરોડના ઓર્ડર મેળવ્યા હતા, જે તેના ઓર્ડર બુકને મજબૂત બનાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
ભારત સરકાર અને UAE વચ્ચે સંરક્ષણ સાધનોના વેચાણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, જેનાથી ડિફેન્સ સેક્ટરના શેરોમાં વોલેટિલિટી સાથે ઉછાળાની શક્યતા છે. BrahMos મિસાઈલ જેવી ટેકનોલોજી માટે વૈશ્વિક સ્તરે માંગ વધી છે. આ ઉપરાંત, ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે આ સેક્ટર માટે મજબૂત સંકેત છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ડિફેન્સ સેક્ટરમાં હાલમાં મજબૂત ગતિ જોવા મળી રહી છે. ભારતનું સંરક્ષણ નિકાસ પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. બજેટમાં વધારાની ફાળવણીને કારણે સ્થાનિક કંપનીઓ માટે મોટા ઓર્ડરની તકો વધી છે, જેનાથી આ ક્ષેત્રમાં બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
BEL ના શેરમાં છેલ્લા કેટલાક સમયથી વોલેટિલિટી યથાવત છે. લાંબા ગાળાના ઉછાળા બાદ હવે શેર ચોક્કસ સપોર્ટ લેવલ પર ક્લોઝિંગ મેળવવાનો પ્રયાસ કરશે. રોકાણકારોએ શેરના રેઝિસ્ટન્સ લેવલ પર સાવચેતી સાથે નજર રાખવી જોઈએ.





