HomeBusiness News - Leftવેદાંતાના ડીમર્જર બાદ ચાર નવી કંપનીઓનો લિસ્ટિંગ અને શરૂઆતમાં દબાણ...!!!

વેદાંતાના ડીમર્જર બાદ ચાર નવી કંપનીઓનો લિસ્ટિંગ અને શરૂઆતમાં દબાણ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વેદાંતા ગ્રુપની ચાર નવી કંપનીઓ – વેદાંતા અલ્યુમિનિયમ, વેદાંતા પાવર, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ – નો BSE અને NSE પર લિસ્ટિંગ થયું છે. ડીમર્જરના અંતિમ તબક્કા બાદ થયેલ આ લિસ્ટિંગમાં શરૂઆતમાં ઉછાળો દેખાયો હતો, પરંતુ તરત જ પ્રોફિટ બુકિંગને કારણે પસંદગીયુક્ત ઘટાડો જોવા મળ્યો.

વેદાંતા અલ્યુમિનિયમ ₹૫૨૨ (NSE) અને ₹૫૨૭ (BSE), વેદાંતા પાવર ₹૪૧.૮૦ (NSE) અને ₹૪૧.૩૦ (BSE), વેદાંતા ઓઈલ એન્ડ ગેસ ₹૩૮–૩૯ અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ ₹૨૦–૨૧ ના લેવલ પર લિસ્ટ થયા. લિસ્ટિંગ પછી ચારેય શેરોએ ૫% ની લોઅર બૅન્ડને સ્પર્શ કર્યો.

કંપની મુજબ કુલ સંયુક્ત સૂચિત મૂલ્ય ₹૯૪૩.૫૦ પ્રતિ જૂના વેદાંતા શેર જેટલું બને છે, જે ડીમર્જર પહેલાંના ક્લોઝિંગ ભાવની સરખામણીમાં અંદાજે ૧૮% વધુ છે.

બજારના મુખ્ય પરિબળો :

ડીમર્જર પછી દરેક બિઝનેસ સ્વતંત્ર રીતે કાર્ય કરશે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળે છે. લિસ્ટિંગ બાદ તરત જ પ્રોફિટ બુકિંગે વોલેટિલિટી વધારી છે. ખાસ કરીને મિડકૅપ મેટલ શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ નોંધાયું છે.

સેક્ટર મુજબ મેટલ અને પાવર સેગમેન્ટમાં બેરિશ બાયસ જોવા મળ્યો, જ્યારે અલ્યુમિનિયમ બિઝનેસ માટે લાંબા ગાળાનો સકારાત્મક અભિપ્રાય યથાવત રહ્યો.

કંપની વિશે :

વેદાંતાનો આ ડીમર્જર ૧:૧ સ્કીમ હેઠળ NCLT દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દરેક જૂના વેદાંતા શેર સામે રોકાણકારોને ચાર નવી કંપનીઓના એક-એક શેર મળ્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ડીમર્જર બાદ વધુ સ્પષ્ટ કોર્પોરેટ માળખું અને સેગમેન્ટ-ફોકસ્ડ વૃદ્ધિ શક્ય બનશે.

લિસ્ટિંગ પછી મુખ્ય વેદાંતા લિમિટેડનો શેર ₹૩૦૪.૭૦ સુધી ઘટ્યો, પરંતુ હજુ પણ તેનું લેવલ ડીમર્જર પ્રાઈસ ₹૨૯૧ થી ઉપર યથાવત રહ્યું.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ચારેય નવી કંપનીઓના શેરોમાં શરૂઆતના લેવલ પર રેઝિસ્ટન્સ નજીક પ્રોફિટ બુકિંગનું દબાણ જોવામાં આવ્યું છે. હાલના લેવલ પર મજબૂત ક્લોઝિંગ આવવા માટે સમય લાગી શકે છે. નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટે તો ટૂંકા ગાળામાં વધુ ઘટાડાની શક્યતા નકારી નથી શકાય.

વેદાંતા અલ્યુમિનિયમમાં લાંબા ગાળાના રોકાણ માટે ક્વોલિટી પોઝિશન જાળવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે, કારણ કે મેટલ ભાવ અને ક્ષમતા વધારો કંપની માટે બુલિશ બાયસ બનાવી શકે છે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના ટ્રેડર્સે સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી યોગ્ય રહેશે. નવા લિસ્ટ થયેલા શેરોમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા હોવાથી કડક સ્ટોપલોસ સાથે જ પોઝિશન લેવી ઉપયુક્ત રહેશે.

Spread the love

Most Popular