04.06.2026
ભારતી એરટેલ :-
વર્તમાન ભાવ :- રૂ. 1834 ની આસપાસ
વલણ :- શોર્ટ-ટર્મ મંદી (Bearish Momentum)
ટેલિકોમ સેક્ટરના સૌથી મજબૂત હેવીવેઇટ આ સ્ટોકમાં છેલ્લા કેટલાક સત્રોના દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં ઉછાળે વેચવાલી તરફી રૂખ જોવા મળે તો નવાઈ નહીં…!!
મંદી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-
RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરબોટ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત ઘટાડા તરફી યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળે ભારતી એરટેલમાં ખરીદી નહીંવત્ જોવાં મળી છે.
આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-
અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :-
જો સ્ટોક રૂ. 1838 ની પર સસ્ટેન થાય છે, તો ક્રમશઃ રૂ. 1853 થી રૂ. 1860 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે.
જો તેજી આગળ વધે અને રૂ. 1860 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક તેનાં 1878ના સ્તરને સ્પર્શી શકે છે.
સપોર્ટ અને સ્ટોપલોસ :-
જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ.1808 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ.1790 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.
તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.
Ravi Bhatt
SEBI Regd Number INH000012591
Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com







