વર્તમાન કારોબારી સેશનમાં મૂડીબજારના નિયમનકાર સેબી તરફથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે થર્ડ-પાર્ટી પેમેન્ટને મંજૂરી આપવા અંગે વિચારણા થઈ રહી છે. અત્યાર સુધી રોકાણકારોના વેરીફાઈડ બેંક ખાતામાંથી જ પેમેન્ટ કરવાની ફરજિયાત શરત યથાવત હતી, પરંતુ નવા ડ્રાફ્ટ મુજબ નિર્ધારિત પરિસ્થિતિઓમાં થોડી છૂટછાટનો માર્ગ ખુલશે.
આ પ્રસ્તાવથી નોકરદાતાઓ તેમના કર્મચારીઓ માટે પગારકાપણી દ્વારા સીધું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી શકશે. સાથે જ AMCs પોતાના ડિસ્ટ્રિબ્યુટર્સને કમિશન તરીકે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ આપી શકશે, જે હાલની વ્યવસ્થા કરતાં વધુ પારદર્શક ગણાશે.
બજારમાં આ પ્રસ્તાવને લઈ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ લાંબા ગાળે નિયમન સરળ બનાવવાની દિશામાં આ પગલું લાભદાયક ગણાય છે.
બજારના મુખ્ય પરિબળો :
• સેબી દ્વારા મૂકાયેલા નવા પ્રસ્તાવ મુજબ મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં થર્ડ-પાર્ટી પેમેન્ટ મર્યાદિત રીતે મંજૂર થશે.
• તમામ લિસ્ટેડ તથા EPFO-રજીસ્ટર્ડ કંપનીઓ માટે પગારકાપણી આધારિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સુવિધા ઉપલબ્ધ થશે.
• AMCs અને RTAs માટે કડક KYC નિયમ યથાવત રહેશે, જેથી ધનશોધન જોખમમાં ઘટાડો થાય.
• ઘણા એનજીઓ હવે ZCZP ઉપકરણો દ્વારા ફંડિંગ ઉઠાવી રહ્યા હોવાથી સામાજિક ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવશે.
સેક્ટર દૃષ્ટિકોણ :
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ પ્રસ્તાવને મર્યાદિત ઉછાળો મળ્યો છે. ઘણા AMCs પહેલાથી પસંદગીયુક્ત રીતે થર્ડ-પાર્ટી પેમેન્ટ સ્વીકારતા હતા, પરંતુ સેબીના નવા ફ્રેમવર્કથી પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે. માર્કેટ નિષ્ણાતો મુજબ હાલના વોલેટિલિટી માહોલમાં રોકાણકારો માટે આવા સુધારા સાવચેતી સાથે રાહતરૂપ બની શકે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા AMC શેરોમાં તાજેતરના દિવસોમાં મર્યાદિત ઉછાળો નોંધાયો છે, તેમ છતાં વોલેટિલિટી યથાવત છે. રેઝિસ્ટન્સ નજીક ક્લોઝિંગ મળ્યા બાદ જ બુલિશ બાયસ મજબૂતી દર્શાવશે. જો નિયમન ઝડપથી અમલમાં આવે તો સંબંધિત AMC શેરોમાં પસંદગીયુક્ત ઉછાળો દેખાઈ શકે છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી અનુકૂળ.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ક્વોલિટી AMC શેરોમાં કરી શકાય.
• નવા નિયમનના અમલ સુધી સાવચેતીપૂર્વક પોઝિશન રાખવી જરૂરી.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં સેબી દ્વારા અંતિમ નિર્ણય આવ્યા બાદ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં વધુ સ્પષ્ટતા આવશે. માર્કેટ નિષ્ણાતો માને છે કે જો નવી વ્યવસ્થા ઝડપથી અમલમાં આવશે તો મ્યુચ્યુઅલ ફંડ પેનેટ્રેશનમાં ઉછાળો આવી શકે છે. એનજીઓ ફંડિંગ માટે ZCZP આધારિત માળખું હજી પ્રારંભિક તબક્કે હોવાથી શરૂઆતમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી શકે છે.




