May 21, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 21, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightમોંઘવારીની ચિંતા વચ્ચે સોનામાં ઘટાડો, વ્યાજદર વધારાની આશંકા તેજ...!!!

મોંઘવારીની ચિંતા વચ્ચે સોનામાં ઘટાડો, વ્યાજદર વધારાની આશંકા તેજ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કોમોડિટીઝ બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. મોંઘવારી અંગે વધતી ચિંતા અને વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહી શકે એવી ધારણાએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે સિલ્વરમાં પણ પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

ઈરાન સંબંધિત તણાવને કારણે ઉર્જા કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે, જે વૈશ્વિક મોંઘવારી પર દબાણ વધારી રહ્યો છે. અમેરિકા ના લાંબા ગાળાના બોન્ડ યિલ્ડમાં વધારાને કારણે બજારમાં વોલેટિલિટી વધી છે. જો વ્યાજદર ઊંચા સ્તરે યથાવત રહે તો ગોલ્ડ પર બેરિશ બાયસ ઊભો રહી શકે છે, કારણ કે સોનામાં વ્યાજ મળતું નથી અને ઊંચા વ્યાજદરવાળા અન્ય એસેટ્સ રોકાણકારો માટે વધુ આકર્ષક બને છે.

રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં દિવસ દરમિયાન અંદાજે ૨.૨% સુધી ઘટાડો નોંધાયો હતો. સિલ્વરમાં પણ તાજેતરના ઉછાળા બાદ ફરી ઘટાડાની દિશા જોવા મળી રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બુલિયન સેગમેન્ટમાં હાલ વોલેટિલિટી વધી છે. તાજેતરમાં સિલ્વરમાં ઉછાળો નોંધાયો હતો, કારણ કે ટેકનોલોજી-લિંક્ડ ઇક્વિટીમાં ઉત્સાહ અને ઉદ્યોગિક ધાતુઓની માંગે સપોર્ટ આપ્યો હતો. હવે તેમાં મર્યાદિત ખરીદી અને વધારાના ધોવાણની શકયતા વધી છે.

મિડલ ઇસ્ટની પરિસ્થિતિ, ક્રૂડના ભાવ અને બોન્ડ યિલ્ડ – આ ત્રણેય મુખ્ય પરિબળો નજીકના સમયમાં ગોલ્ડ માટે દબાણ જાળવી શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ગોલ્ડ હાલ મજબૂત રેઝિસ્ટન્સ ઝોન નજીક વોલેટિલિટી અનુભવી રહ્યું છે. નીચેની તરફ આધારભૂત સપોર્ટ લેવલ પર ચકાસણી ચાલુ છે. જો આ સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. સિલ્વર માટે હાલ રેન્જ બાઉન્ડ ગતિવિધિ યથાવત રહેવાની દિશા છે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – હાલની બજાર પરિસ્થિતિમાં આ બંને રણનીતિ અસરકારક રહી શકે. પોઝિશન સાઇઝિંગ અને જોખમ નિયંત્રણ માટે સાવચેતી રાખવી લાભદાયી રહેશે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. મોંઘવારીના તાજા આંકડા અને અમેરિકાની ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ પર આવનારા સંકેતો ગોલ્ડના ભાવને પ્રભાવિત કરશે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ઉર્જા બજારમાં બદલાતા પ્રવાહોને કારણે કોમોડિટી બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular