વર્તમાન કારોબારી સેશનમાં બ્લેકસ્ટોનના આ નિર્ણયને પગલે આઈટી સર્વિસ શેરોમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.
સિંગાપુર આધારિત પ્રમોટર એન્ટિટી BCP ટોપકો દ્વારા એમફેસિસની સંપૂર્ણ ૩૦.૫૫% હિસ્સેદારી ગીરવે મૂકી અંદાજે ૭૦૦ મિલિયન ડોલર જેટલું ફાઈનાન્સિંગ મેળવવામાં આવ્યું છે. આ પગલું કંપનીના અગાઉના એક્વિઝિશન લોનના રિફાઈનાન્સ માટે છે.
કંપની વિશે :
એમફેસિસ દેશની આઠમી સૌથી મોટી આઈટી સર્વિસ કંપની છે. છેલ્લા નાણાકીય વર્ષમાં કંપનીએ અંદાજે ૭% આવક વૃદ્ધિ દર્શાવી હતી, જ્યારે માર્જિન ૧૫.૩% આસપાસ યથાવત રહ્યા હતા. તાજેતરમાં CEO નિતિન રાકેશને વધુ પાંચ વર્ષ માટે નવી ટર્મ મળેલી છે.
બ્લેકસ્ટોએ ૨૦૧૬માં Hewlett Packard Enterprise પાસેથી ૬૦.૪% હિસ્સો ખરીદ્યો હતો અને ૨૦૧૮ બાદ તબક્કાવાર ઘટાડો કરતા ૨૦૨૪ દરમિયાન હિસ્સેદારી ૩૦% નજીક લાવવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
આ ગીરવે મૂકી નાણા ઉપાડવાનો નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે આઈટી સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ ચાલુ છે. દેશની મોટી આઈટી કંપનીઓમાં ૨૦%થી ૪૦% સુધી ઘટાડો નોંધાયો છે. એમફેસિસના શેરોમાં પણ ૨૦% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
વિદેશી રોકાણકારોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આઉટસોર્સિંગ મોડલ પ્રત્યે સાવચેતી યથાવત છે, જે IT સેગમેન્ટને બેરિશ બાયસ તરફ ધકેલી રહ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ વર્તમાન લેવલ પર એમફેસિસમાં વોલેટિલિટી મજબૂત જોવા મળી રહી છે. શેરે તાજેતરમાં મહત્વના સપોર્ટ લેવલનું પરીક્ષણ કર્યું છે. ઉપરની તરફ રહેલા રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ ન મળે ત્યાં સુધી મોટા ઉછાળો અપેક્ષિત નથી.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો પ્રવાહ યથાવત છે.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે. IT સેગમેન્ટમાં ચાલતી વોલેટિલિટી વચ્ચે પોઝિશન મેનેજમેન્ટ મહત્વપૂર્ણ બનશે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી શેરોમાં મર્યાદિત એડિંગ યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એમફેસિસના શેરોમાં રેન્જ બાઉન્ડ મૂવ યથાવત રહી શકે છે. ગીરવે મૂકેલા હિસ્સા થકી ફંડિંગ સ્થિરતા મળતા છતાં સેક્ટરમાં બેરિશ બાયસ હજી પૂરો દૂર થયો નથી. વૈશ્વિક IT ડીમાન્ડ અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સર્વિસ ઓર્ડર્સની ગતિ બજારના પરફોર્મન્સને દિશા આપશે.




