May 20, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, May 20, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:

INFOSYS

ઇન્ફોસીસ લિમિટેડ (INFOSYS)

વર્તમાન ભાવ: રૂ. 1188 ની આસપાસ
વલણ: શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum)

આઇટી (IT) સેક્ટરમાં લાંબા કરેક્શન પછી હવે નીચલા સ્તરેથી મજબૂત રિકવરી જોવા મળી રહી છે. ઇન્ફોસીસના ચાર્ટ સ્ટ્રક્ચર અને ટેકનિકલ પરિબળો સૂચવે છે કે આગામી દિવસોમાં આ હેવીવેઇટ સ્ટોકમાં મોટી તેજી આવી શકે છે.

તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :

મજબૂત સપોર્ટ બેઝ: ઇન્ફોસીસ હાલમાં તેના દૈનિક અને સાપ્તાહિક મુવિંગ એવરેજની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. રૂ. 1173 થી રૂ. 1160 ની રેન્જ એક મજબૂત ડિમાન્ડ ઝોન તરીકે ઉભરી આવી છે, જ્યાંથી અગાઉ પણ ખરીદી જોવા મળી હતી.

RSI ઇન્ડિકેટર : ડેઇલી ચાર્ટ પર RSI ઓવરસોલ્ડ ઝોનમાંથી રિકવર થઈને ઉપર તરફ જઈ રહ્યો છે. આ દર્શાવે છે કે વેચવાલીનું દબાણ ઘટ્યું છે અને નીચલા સ્તરેથી નવી ખરીદી શરૂ થઈ રહી છે.

શોર્ટ કવરિંગ :- આઇટી ઇન્ડેક્સમાં શોર્ટ કવરિંગના સંકેતો છે. સ્થાનિક સંસ્થાઓ (DIIs) ની સંભવિત ખરીદી સ્ટોકને વધુ વેગ આપશે.

આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) : જો સ્ટોક રૂ. 1190 ની ઉપર સસ્ટેન થાય છે, તો ક્રમશઃ રૂ. 1203 થી રૂ. 1212 સુધીનો પ્રથમ ટાર્ગેટ જોવા મળી શકે છે.જો રૂ. 1212 નો મજબૂત અવરોધ તૂટશે, તો સ્ટોક રૂ. 1220 થી રૂ. 1233 ના સ્તરને સ્પર્શી શકે છે.

સપોર્ટ અને સ્ટોપલોસ: જોખમ પ્રબંધન માટે તાત્કાલિક સપોર્ટ રૂ. 1160 અને ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 1133 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા તેજીનો ટ્રેન્ડ નબળો પડશે.

ટ્રેડિંગ વ્યૂહરચના :

બાય ઓન ડીપ્સ: જો આગામી સત્રોમાં સામાન્ય ઘટાડા સાથે સ્ટોક રૂ. 1173 થી રૂ. 1160 ની આસપાસ મળે, તો તે ખરીદી માટે ઉત્તમ તક ગણાશે.

તબક્કાવાર ખરીદી: એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન બનાવવી હિતાવહ છે.

Disclaimer : –

Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on https://capsavaj.com

Spread the love

Most Popular