વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક અર્થતંત્રને લગતા અનિશ્ચિત સંકેતો યથાવત રહ્યા છે, ખાસ કરીને ઈરાન યુદ્ધના કારણે ઊભા થયેલા નવા દબાણોની ચેતવણી આઈએમએફ તરફથી મળતા બજારમાં સાવચેતીનો માહોલ દેખાઈ રહ્યો છે.
આઈએમએફના તાજેતરના નિવેદન મુજબ ઈરાન સંઘર્ષના કારણે તેલ સપ્લાઈમાં વિક્ષેપ અને જીઓપોલિટિકલ તણાવથી વૈશ્વિક વૃદ્ધિ વિપરીત પરિસ્થિતિ તરફ ખસી રહી છે.
ફંડના આધારીય અંદાજ મુજબ આગામી વર્ષ માટે વૈશ્વિક વૃદ્ધિ ૩.૧ ટકા સુધી રહેવાની ધારણા છે, પરંતુ જો યુદ્ધ લાંબું ચાલે તો આ વૃદ્ધિ ૨.૫ ટકા સુધી ઘટી શકે છે. વધુ ગંભીર પરિસ્થિતિમાં આ વૃદ્ધિ ૨ ટકા સુધી ધોવાણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
• ઈરાન અને યુએસ-ઈઝરાયેલ વચ્ચે ચાલતા સંઘર્ષને કારણે મધ્યપૂર્વમાં વોલેટિલિટી યથાવત છે.
• હોર્મુઝની ખાડીમાં અવર જવર ઘટતાં તેલના ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે, જે આયાત આધારિત અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યો છે.
• આઈએમએફ મુજબ ઊંચી મોંઘવારી અને કડક નાણાકીય પરિસ્થિતિઓને કારણે અનેક દેશો નાણાકીય સહાય માટે સંપર્કમાં છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• ઊંચા તેલભાવે એનર્જી સેક્ટરને મર્યાદિત સપોર્ટ મળ્યો છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ અને ખાદ્ય પ્રોસેસિંગ સેક્ટર પર દબાણ વધી રહ્યું છે.
• ફર્ટિલાઈઝર સપ્લાઈ વિક્ષેપને કારણે કૃષિ આધારિત કોમોડિટીઝમાં પસંદગીયુક્ત ઉછાળો અને કેટલાક વિસ્તારોમાં ધોવાણ જોવા મળ્યું છે.
• ટ્રાન્સપોર્ટેશન અને એરલાઇન સેક્ટર માટે ખર્ચમાં વધારાની શક્યતા રહેતી હોવાથી બેરિશ બાયસ યથાવત છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ વૈશ્વિક કોમોડિટી બજારમાં રેઝિસ્ટન્સ લેવલ નજીક વોલેટિલિટી વધી રહી છે. બ્રેકઆઉટ માટે મજબૂત ક્લોઝિંગ જરૂરી છે. જો સપોર્ટ લેવલ તૂટે તો આગામી દિવસોમાં તેલ અને ધાતુ સેગમેન્ટમાં વધુ ઘટાડો થઈ શકે છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી એજ સાવચેતી સાથે અમલમાં લાવવી.
• જીઓપોલિટિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોઝિશન લેવી અને કડક સ્ટોપલોસ જાળવવો.
• ક્વોલિટી એસેટ્સમાં મર્યાદિત રોકાણ જાળવવું યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર વૈશ્વિક તણાવ અને તેલના ભાવની દિશા પર આધારિત રહેશે. આઈએમએફ જુલાઈમાં અપડેટેડ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રજૂ કરશે, જે આગળની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. મધ્યપૂર્વની પરિસ્થિતિ યથાવત રહે તો બજારમાં રેન્જ બાઉન્ડ અને બેરિશ બાયસ બંને સ્થિતિ શક્ય રહે.






