May 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Friday, May 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઆદિત્ય બિરલા કેપિટલના મંદબળે પરિણામો વચ્ચે બ્રોકરેજનો આઉટપરફોર્મ વ્યૂ યથાવત…...!!!

આદિત્ય બિરલા કેપિટલના મંદબળે પરિણામો વચ્ચે બ્રોકરેજનો આઉટપરફોર્મ વ્યૂ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં આદિત્ય બિરલા કેપિટલના ત્રિમાસિક પરિણામોએ બજારમાં મર્યાદિત સાવચેતી વચ્ચે બુલિશ બાયસ જાળવી રાખ્યો છે. બ્રોકરેજ મેક્વારી દ્વારા કંપની પર ‘આઉટપરફોર્મ’ વ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે અને ટાર્ગેટ ભાવ ₹૪૧૫ નિર્ધારિત કરાયો છે.

કંપનીનો વર્તમાન માર્કેટ પ્રાઈસ ₹૩૬૯.૨૫ના નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

કંપની વિશે :

આદિત્ય બિરલા કેપિટલના સ્ટેન્ડઅલોન ત્રિમાસિક નફામાં લગભગ ૧૯ ટકા ઉછાળો નોંધાયો છે અને તે ₹૭૮૦ કરોડ સુધી પહોંચ્યો છે. કંપનીની કુલ AUM વૃદ્ધિ ૨૭ ટકા સાથે મજબૂત રહી છે, જેમાં પર્સનલ લોનમાં ૩૮ ટકા અને અનસેક્યુર્ડ બિઝનેસ લોનમાં ૪૭ ટકા ઉછાળો નોંધાયો છે.

કંપનીનો RoA ૨.૩ ટકા સુધી સુધર્યો છે, જ્યારે ક્રેડિટ કોસ્ટ ૧ ટકા સુધી ઘટીને છેલ્લા પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે.

નાણાકીય પરિણામો :

કંપનીના ઓપરેશનલ ખર્ચમાં થતો થોડો વધારો (કૉસ્ટ-ટુ-ઇન્કમ ૩૫ ટકા) ક્રેડિટ કોસ્ટમાં ઘટાડાથી સંતુલિત રહ્યો છે. GNPAમાં ૨૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે, જે પોર્ટફોલિયોની મર્યાદિત જોખમવાળી સ્થિતિ દર્શાવે છે.

NIMમાં ૪ બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે, પરંતુ મેનેજમેન્ટનું માનવું છે કે આગામી ત્રિમાસિકમાં અનસેક્યુર્ડ પોર્ટફોલિયોની વૃદ્ધિ સાથે NIMમાં ૨૫–૩૦ બેસિસ પોઇન્ટનું સુધારું શક્ય છે.

કંપનીનું લક્ષ્ય FY27 સુધી RoAને ૨.૫ ટકા સુધી પહોંચાડવાનું છે.

બજારના મુખ્ય પરિબળો :

• ક્રેડિટ કોસ્ટની રેન્જ બાઉન્ડ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના

• પોર્ટફોલિયોમાં આશરે ૭૨ ટકા કોલેટરલ આધારિત સેગમેન્ટ

• વેસ્ટ એશિયા સંકટનો અત્યાર સુધી મર્યાદિત પ્રભાવ

• મજબૂત AUM અને પર્સનલ લોન સેગમેન્ટમાં સતત ઉછાળો

ટેકનિકલ દૃષ્ટિકોણ :

મેક્વારીના મુજબ શેરમાં હાલ બુલિશ બાયસ યથાવત છે. રેઝિસ્ટન્સ લેવલ ઉપર મજબૂત ક્લોઝિંગ આવે તો શેરમાં આગળ બ્રેકઆઉટની સંભાવના રહે છે. નીચેની તરફ સપોર્ટ લેવલ ₹૩૫૦ના નજીક માનવામાં આવે છે, જે તૂટે તો પસંદગીયુક્ત ધોવાણ સર્જાઈ શકે છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી

• ઘટાડે તબક્કાવાર ખરીદી ચાલુ રાખવી

• પોઝિશન સાથે કડક સ્ટોપલોસ રાખવો

ભાવિ દિશા :

આગામી દિવસોમાં કંપનીના પર્સનલ અને અનસેક્યુર્ડ સેગમેન્ટની વૃદ્ધિ શેરના મૂલ્યને મજબૂત સપોર્ટ આપી શકે છે. NBFC સેગમેન્ટમાં બ્રોકરેજે આદિત્ય બિરલા કેપિટલને ટોચની પસંદગી ગણાવી છે.

Spread the love

Most Popular