વર્તમાન કારોબારી સેશનમાં ભારતના આઈટી સેક્ટરમાં ભારે દબાણ યથાવત રહ્યું છે, જ્યાં છેલ્લા ચાર મહિનામાં આશરે ૧૧૫ અબજ ડોલરનું ધોવાણ નોંધાયું છે. ઇન્ફોસિસના નબળા વાર્ષિક અનુમાન અને એચસીએલના પ્રોફિટ મિસ બાદ રોકાણકારોમાં સાવચેતીનો માહોલ વધુ ગાઢ બન્યો છે.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સપ્તાહાંત દરમિયાન ૫%થી વધુ ઘટાડો નોંધાયા બાદ તે જૂન ૨૦૨૩ પછીના નીચા સ્તરે બંધ રહ્યું હતું.
બજારના મુખ્ય પરિબળો :
• વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ અને ઈરાન સંબંધિત અસ્થિરતાએ ટેક સપ્લાય ચેઇન અને ક્લાયન્ટ ડિમાન્ડને અસર પહોંચી છે.
• આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવથી પરંપરાગત આઈટી મોડેલ્સ પર દબાણ જોવા મળે છે, જેના કારણે બેરિશ બાયસ યથાવત રહ્યો છે.
• ઇન્ફોસિસના નબળા વૃદ્ધિ અનુમાન અને એચસીએલ પર અનેક બ્રોકરેજ હાઉસની ડાઉન્ગ્રેડિંગ બાદ પસંદગીયુક્ત ધોવાણ વધ્યું છે.
• ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો જેવા મુખ્ય શેરોમાં પ્રોફિટ બુકિંગ વધી છે.
કંપની વિશે :
• ઇન્ફોસિસે વાર્ષિક સેલ્સ ગ્રોથના અનુમાનમાં ઘટાડો દર્શાવતા જણાવ્યું છે કે ક્લાયન્ટો મોટા પ્રોજેક્ટ્સ માટે સાવચેતી અપનાવી રહ્યા છે.
• એચસીએલના નબળા નફા બાદ સ્ટોકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
• ટીસીએસ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે વૈશ્વિક ભાગીદારીઓના પ્રયાસો યથાવત છે, જોકે બજારે મજબૂત ક્લોઝિંગ સાથે પ્રતિસાદ આપ્યો નથી.
નાણાકીય પરિણામો :
• ઇન્ફોસિસના આવક અનુમાન બજારની અપેક્ષા કરતા નબળા રહ્યા છે, જેના કારણે સ્ટોકમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે.
• એચસીએલના નફામાં ઘટાડા બાદ છથી વધુ મોટા વિશ્લેષક હાઉસે ડાઉન્ગ્રેડ જાહેર કર્યો છે.
• નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં આશરે ૨૫%નું ધોવાણ નોંધાયું છે – જે ભારતીય ઈન્ડેક્સમાં સૌથી નબળું પ્રદર્શન દર્શાવે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ આઈટી ઇન્ડેક્સમાં મુખ્ય સપોર્ટ લેવલ તૂટી ગયેલ હોવાથી વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ મળ્યા વિના સેક્ટરમાં બેરિશ બાયસ યથાવત રહ્યો છે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ સ્પષ્ટ જોવા મળી રહી છે, જોકે મોટાભાગના સ્ટોકોમાં વોલેટિલિટી વધી છે.
રોકાણ રણનીતિ :
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે.
• હાઈ-બીટા આઈટી શેરોમાં વધારે સાવચેતી જરૂરી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી માત્ર ક્વોલિટી સેક્ટર શેરોમાં જ કરવી યોગ્ય.
• વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પોઝિશન હળવી રાખવી શ્રેષ્ઠ રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આઈટી સેક્ટર રેન્જ બાઉન્ડ દાયરા અંદર રહી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવ અને ક્લાયન્ટોના ખર્ચ ઘટાડાના વલણને ધ્યાનમાં રાખતા, નજીકના સમયમાં મજબૂત બ્રેકઆઉટની શક્યતા હાલ મર્યાદિત છે.





