April 28, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, April 28, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightડીજીસીએ દ્વારા સ્કાઈહોપ એવિએશનને સિપ્લેન લાઇસન્સ, લક્ષદ્વીપ જોડાણમાં ઉછાળો...!!!

ડીજીસીએ દ્વારા સ્કાઈહોપ એવિએશનને સિપ્લેન લાઇસન્સ, લક્ષદ્વીપ જોડાણમાં ઉછાળો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં હવાઈ સફર સેગમેન્ટમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે ડીજીસીએએ સ્કાઈહોપ એવિએશનને દેશની પ્રથમ વ્યાવસાયિક સિપ્લેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ સેવા હેઠળ લક્ષદ્વીપના ૫ ટાપુઓ વચ્ચે તેમજ મેઇનલેન્ડ સાથે સીધું જોડાણ શક્ય બનશે, જે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર બંને માટે નવી તકો સર્જશે.

કંપનીના સંચાલન મુજબ શરૂઆતમાં ૧૯ સીટર ટ્વિન ઓટર પ્રકારનું વિમાન તૈનાત કરવામાં આવશે, જે પાણી અને જમીન બંને પર ઉતરવા માટે અનુકૂળ બનાવાયેલું છે.

કંપની વિશે :

સ્કાઈહોપ એવિએશનનું નેતૃત્વ CEO અવની સિંહ કરી રહ્યા છે. ડીજીસીએ તરફથી મળેલ એર ઓપરેટર સર્ટિફિકેટ કંપની માટે મહત્વપૂર્ણ વધારો ગણાય છે. કંપનીનું મુખ્ય ધ્યેય દેશમાં દુરસ્ત વિસ્તારોમાં સરળ અને વિશ્વસનીય જોડાણ પૂરૂ પાડવાનું છે. અગાઉ બંધ પડેલી ફ્લાય બિગ એરલાઇનનું ટ્વિન ઓટર વિમાન સુધારી તેને સિપ્લેન મોડમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

પ્રવાસન સંબંધિત સેક્ટરમાં મર્યાદિત પરંતુ સ્થિર ઉછાળો નોંધાઈ રહ્યો છે. નવી સિપ્લેન સેવા લક્ષદ્વીપ ક્ષેત્રમાં પ્રવાસન પ્રવૃત્તિને મજબૂત કરી શકે છે. આ પગલું હવાઈ પરિવહન ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સકારાત્મક અસર લાવવાની શક્તિ ધરાવે છે. કેન્દ્ર સરકારના બજેટમાં આવા પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરાતા સેક્ટરમાં વોલેટિલિટી છતાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

પ્રવાસન, એવિએશન અને હોટેલ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે સિપ્લેન સેવા જેવા પ્રોજેક્ટ્સ સમગ્ર સેક્ટરને મજબૂત કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ સેગમેન્ટમાં આવકનો પ્રવાહ ધીમે ધીમે મજબૂત થવાની શક્યતા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સિપ્લેન સેવા સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ માટે નીતિ આધાર વધવાની શક્યતા રહેવાની છે. લક્ષદ્વીપના સ્થાનિક અર્થતંત્ર તેમજ પ્રવાસન ક્ષેત્રમાં તબક્કાવાર ખરીદીની તકો ઉભી થઈ શકે છે. સરકારના અનુકૂળ નીતિ આધારને કારણે સેક્ટર ધીમે ધીમે રેન્જ બાઉન્ડ સ્થિતિમાંથી મજબૂત દિશામાં આગળ વધી શકે છે.

Spread the love

Most Popular