April 27, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, April 27, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightજિઓની ફાઈવજી પ્રીમિયમ સર્વિસ માટે નીતિ સ્પષ્ટતા અને માંગનું મહત્વ યથાવત…...!!!

જિઓની ફાઈવજી પ્રીમિયમ સર્વિસ માટે નીતિ સ્પષ્ટતા અને માંગનું મહત્વ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં રિલાયન્સ જિઓની ફાઈવજી પ્રીમિયમ સર્વિસને લઈને ચર્ચાઓ યથાવત રહી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ફાઈવજી નેટવર્ક સ્લાઈસિંગને સામાન્ય વૉઈસ અથવા ડેટા સર્વિસમાં હાલ માટે લાગુ કરવાની કોઈ યોજના નથી. બજારમાં સાવચેતીનો માહોલ વચ્ચે કંપની પ્રીમિયમ ઉપયોગકેસ માટે તૈયાર છે, પરંતુ વ્યાપક રોલઆઉટ નીતિ અને માંગ પર નિર્ભર રહેશે.

કંપની વિશે :

જિઓએ ફાઈવજી સ્ટેન્ડઅલોન નેટવર્ક પર ગેમિંગ, આઈઓટી, એન્ટરપ્રાઈઝ અને મિશન-ક્રિટિકલ સર્વિસ માટે સ્લાઈસિંગ તૈયાર કર્યું હોવાનું જણાવ્યું છે. કંપનીના સ્ટ્રેટેજી હેડ અનુષ્માન ઠાકુરે જણાવ્યું કે પ્રીમિયમ સર્વિસનો ટ્રાયલ ચાલુ છે, પરંતુ રેગ્યુલેટરી અનુસરણ મજબૂત થયા પછી જ વ્યાપક અમલ થશે.

દૈનિક વૉઈસ અથવા ડેટા ઉપયોગ માટે અલગ પ્રકારની ફાઈવજી સર્વિસ આપવા અંગે કંપનીએ જણાવ્યું કે ટેક્નિકલ સપોર્ટ ઉપલબ્ધ છે, પરંતુ ગ્રાહકો ચુકવણી કરશે કે નહીં અને રેગ્યુલેટરી માર્ગદર્શિકા સાથે સુસંગતતા રહેશે કે નહીં તે બાબતો મહત્વપૂર્ણ રહેશે.

બજારના મુખ્ય પરિબળો :

ફાઈવજી મોનેટાઈઝેશન હજુ મર્યાદિત તબક્કામાં છે અને મુખ્ય રીતે FWA સેગમેન્ટમાં ઉછાળો જોવા મળે છે. નેટ ન્યૂટ્રાલિટી હેઠળ બધા યુઝર્સ માટે ઇન્ટરનેટ ટ્રાફિક સમાન રાખવાના નિયમને કારણે પ્રીમિયમ સ્લાઈસિંગ અંગે સાવચેતીનો માહોલ છે. ખાસ કરીને ૭૦૦ એમએચઝેડ જેવી મર્યાદિત બેન્ડવિડ્થમાં પ્રીમિયમ ટ્રાફિકને પ્રાથમિકતા આપવાની શક્યતાએ સામાન્ય યુઝર્સ માટે ધોવાણ સર્જી શકે છે.

ટેલિકોમ રેગ્યુલેટર TRAI આ મુદ્દે પરીક્ષણ કરી રહ્યું છે અને આગલા નિર્ણય પછી જ સ્પષ્ટતા આવશે.

નાણાકીય પરિણામો :

ત્રિમાસિક પરિણામ મુજબ જિઓ પ્લેટફોર્મ્સનો નેટ પ્રોફિટ ૧૩% યુઓય બેઝ પર મજબૂત રહ્યો છે. ઓપરેશનલ આવકમાં પણ ઉછાળો નોંધાયો છે. પરંતુ સ્ટેન્ડઅલોન જિઓના રેવન્યુમાં અગાઉના ત્રિમાસિકની તુલનામાં મર્યાદિત વૃદ્ધિ જોવા મળી છે. એઆરપ્યુ પણ મર્યાદિત વધારાથી ₹૨૧૪ પર પહોંચ્યો છે.

IPO માટેની તૈયારીઓ યથાવત છે અને કંપની આગામી દિવસોમાં પેપર ફાઈલિંગની પ્રક્રિયા તરફ આગળ વધશે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ફાઈવજી પ્રીમિયમ સર્વિસનો રોલઆઉટ રેગ્યુલેટરી સ્પષ્ટતા અને ગ્રાહક માંગ પર આધારીત રહેશે. પ્રીમિયમ સ્લાઈસિંગથી કંપનીને આવકમાં ઉછાળો મળી શકે છે, પરંતુ નેટ ન્યૂટ્રાલિટી અને સ્પેક્ટ્રમ મર્યાદાઓને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહેશે.

Spread the love

Most Popular