HomeBusiness News - Rightપેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી છતાં સર્વિસ યથાવત, કોઈ નાણાકીય અસર નહીં...!!!

પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી છતાં સર્વિસ યથાવત, કોઈ નાણાકીય અસર નહીં…!!!

વર્તમાન કારોબારી સેશનમાં પેટીએમ સંબંધિત સમાચારો ચર્ચામાં રહ્યા છે, જ્યાં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર લેવાયેલા પગલાનો તેના મુખ્ય વ્યવસાય કે નાણાકીય સ્થિતિ પર કોઈ ઘટાડો પ્રભાવ નથી.

કંપની વિશે :

પેટીએમ (વન ૯૭ કમ્યુનિકેશન્સ) એ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક (PPBL) સંપૂર્ણ સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે છે અને કંપનીનો કોઈ બોર્ડ લેવલ કે મેનેજમેન્ટ લેવલ પર સીધો સંબંધ નથી. કંપનીએ માર્ચ ૨૦૨૪ દરમ્યાન PPBL માં કરેલું રોકાણ પહેલેથી જ સંપૂર્ણ રીતે લખી કાઢ્યું હતું, તેથી હવે કોઈ વધારાનો નાણાકીય પ્રભાવ થવાનો પ્રશ્ન નથી.

પેટીએમએ વધુમાં જણાવ્યું છે કે પેટીએમ એપ, પેટીએમ UPI, પેટીએમ ગોલ્ડ, QR, સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન અને પેટીએમ મની જેવી સર્વિસ યથાવત ચાલુ છે અને તેમાં કોઈ વિક્ષેપ નથી.

નાણાકીય પરિણામો :

એફવાય૨૬ દરમ્યાન પેટીએમએ સતત ત્રણ ત્રિમાસિક માટે મજબૂત નફો નોંધાવ્યો હતો. કંપનીએ તાજેતરમાં રૂ.૫૫૯ કરોડનો PAT જાહેર કર્યો છે; જેમાંથી રૂ.૧૯૦ કરોડના એક વખતના ખર્ચ બાદ પણ રૂ.૩૬૯ કરોડનો નફો નોંધાયો હતો. EBITDA રૂ.૧૫૬ કરોડ સુધી પહોંચ્યું હતું, જેમાં મજબૂત ૭% માર્જિન નોંધાયો. આવકમાં વધારો અને ઓપરેટિંગ લેવરેજને કારણે કંપનીની નફાકારકતા વધુ મજબૂત બની છે.

પેટીએમ UPI એ પણ છેલ્લા ત્રિમાસિકમાં સતત માર્કેટ શેર વધાર્યો હતો, જેમાં કંપનીનો GMV લગભગ ૩૫% વધ્યો હતો જ્યારે ઉદ્યોગનો કુલ વધારો ૧૬% આસપાસ રહ્યો હતો.

બજારના મુખ્ય પરિબળો :

આરબીઆઈની કાર્યવાહી બાદ શરૂઆતમાં સાવચેતીનો માહોલ ઉભો થયો હતો, પરંતુ પેટીએમ તરફથી આવેલા સ્પષ્ટ નિવેદન પછી રોકાણકારોની ચિંતાઓમાં ઘટાડો જોવા મળ્યો. વિવિધ અટકળો વચ્ચે પણ પેટીએમના મુખ્ય વ્યવસાયમાં કોઈ ધોવાણ દેખાયું નથી.

સેક્ટર દૃષ્ટિકોણ :

ફિનટેક સેગમેન્ટમાં તાજેતરમાં વોલેટિલિટી વધેલી જોવા મળી છે, છતાં પેટીએમની મજબૂત આવક પ્રવાહ અને ઊંચા માર્જિનવાળા મર્ચન્ટ પેમેન્ટ મોડેલને કારણે બ્રોકરેજ હાઉસો કંપની માટે બુલિશ બાયસ યથાવત રાખી રહ્યા છે. પસંદગીયુક્ત ખરીદી આ સેગમેન્ટમાં ચાલુ છે.

રોકાણ રણનીતિ :

રોકાણકારોને હાલ સાવચેતી સાથે પોઝિશન જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી રણનીતિ પેટીએમ જેવા ફિનટેક શેરોમાં યોગ્ય ગણાય છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી આધારિત પોઝિશન જાળવવી લાભદાયી રહી શકે છે.

Spread the love

Most Popular