HomeBusiness News - Rightદિવાળિયા થયેલી એઆઈ કંપનીના ભૂતપૂર્વ સીઇઓ અને સીએફઓ પર મોટાપાયે છેતરપિંડીના આરોપો…...!!!

દિવાળિયા થયેલી એઆઈ કંપનીના ભૂતપૂર્વ સીઇઓ અને સીએફઓ પર મોટાપાયે છેતરપિંડીના આરોપો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં અમેરિકા સ્થિત એઆઈ આધારિત પ્લેટફોર્મ આયલર્નિંગએન્જિન્સ સામે ગંભીર આર્થિક છેતરપિંડીના આરોપોની કાર્યવાહી યથાવત ચાલી રહી છે. કંપનીના ભૂતપૂર્વ સીઇઓ પુથુગ્રમમ ચિદંબરણ અને ભૂતપૂર્વ સીએફઓ સૈયદ ફરહાન અલી નકવીને અમેરિકન ફેડરલ કોર્ટ દ્વારા છેતરપિંડી, વાયર ફ્રોડ અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપો હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે.

પ્રોસિક્યુશન મુજબ, કંપનીએ વર્ષ ૨૦૨૩ દરમિયાન જાહેર કરેલી આવકમાંથી અંદાજે ૯૦ ટકા આવક બનાવટી હોવાનું બહાર આવ્યું છે. આ ખુલાસા બાદ રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

કંપની વિશે :

આયલર્નિંગએન્જિન્સ એઆઈ આધારિત બિઝનેસ ઓટોમેશન અને ડિજિટલ એજ્યુકેશન ક્ષેત્રમાં કાર્યરત તરીકે રજૂ થતી હતી. કંપનીએ હેલ્થકેર તથા એજ્યુકેશન સેક્ટરમાં લાઇસન્સ આધારિત સેવાઓ પૂરી પાડવાનો દાવો કર્યો હતો. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટા ભાગના કોન્ટ્રાક્ટ નકલી હતા અને રોકાણકારોના નાણાંને રાઉન્ડ ટ્રાન્ઝેકશન દ્વારા આવક તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

બજારના મુખ્ય પરિબળો :

અમેરિકન બજારમાં આ ઘટનાએ ફરી વખત કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શિતાના મુદ્દાઓને મદ્યમાં લાવ્યા છે. પ્રોફિટ બુકિંગ બાદ અનેક ટેક અને એઆઈ સેગમેન્ટના શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે. રોકાણકારોમાં સાવચેતીનો માહોલ યથાવત છે અને એઆઈ સેક્ટરના સેન્ટિમેન્ટ નબળા રહ્યા છે.

વોલેટિલિટી વધતા મોટા માર્કેટ ભાગીદારો ટૂંકા ગાળામાં રેન્જ બાઉન્ડ વલણ અપનાવી રહ્યાં છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી ચાલુ છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ વૈશ્વિક ટેક અને એઆઈ સંબંધિત સ્ટોક્સમાં બેરિશ બાયસ જોવા મળી રહી છે. અનેક શેરો તેમના મહત્વના સપોર્ટ લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. ઉંચા રેઝિસ્ટન્સ ઝોન તૂટવા માટે મજબૂત ક્લોઝિંગ જરૂરી છે, નહીં તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.

આ કેસની તપાસ અને કાનૂની કાર્યવાહી આગળ વધશે ત્યાં સુધી વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં એઆઈ અને ટેક આધારિત કંપનીઓમાં રોકાણકારો વધુ સાવચેતી દાખવી શકે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્પષ્ટ પારદર્શિતા અને ક્વોલિટી બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓમાં જ પોઝિશન બાંધવી વધુ યોગ્ય રહેશે.

Spread the love

Most Popular