April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઆરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીએ રેપો રેટ ૫.૨૫ ટકા યથાવત રાખ્યો...!!!

આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીએ રેપો રેટ ૫.૨૫ ટકા યથાવત રાખ્યો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીએ રેપો રેટ ૫.૨૫ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વૈશ્વિક વોલેટિલિટી અને મોંઘવારીના જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, સપ્લાય ચેઈનના અવરોધ અને એલ નિનોની અસરને કારણે મોંઘવારી પર દબાણ યથાવત રહી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

વેસ્ટ એશિયા વિસ્તારમાં ચાલુ ભૂરાજકીય તણાવ અને એનર્જી સપ્લાય પર પડતા પ્રભાવને આરબીઆઈએ ગંભીર ગણાવ્યા છે. ઉંચા ઈનપુટ ખર્ચ તથા ઈન્શ્યોરન્સ ખર્ચને કારણે આર્થિક વૃદ્ધિ પર દબાણ આવી શકે છે, જેના લીધે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ આરબીઆઈના આ નિર્ણય બાદ બજારમાં રેન્જ બાઉન્ડ વલણ શક્ય છે. વૈશ્વિક પરિસ્થિતિમાં વોલેટિલિટી યથાવત હોવાથી ઉપરના રેઝિસ્ટન્સ તથા નીચેના સપોર્ટ લેવલનું પરીક્ષણ શક્ય છે. વ્યાજદર યથાવત રહેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં મર્યાદિત મૂવમેન્ટ રહેવાની શક્યતા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

રેપો રેટમાં કોઈ ફેરફાર ન આવતા હોમ લોન અને ઓટો લોન સેગમેન્ટમાં મર્યાદિત પ્રતિક્રિયા જોવા મળી શકે છે. બેન્કો માટે ક્રેડિટ ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે, જ્યારે ઈન્ફ્લેશન સાથે જોડાયેલા સેક્ટર્સમાં પસંદગીયુક્ત તેજી જોવા મળી શકે છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી રણનીતિ યથાવત ફાયદાકારક રહી શકે છે. ટૂંકાગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ પર ચાલુ રહેવું યોગ્ય રહેશે. આરબીઆઈનો ન્યુટ્રલ અભિગમ દર્શાવે છે કે આગામી દિવસોમાં મોટો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવવાની સંભાવના મર્યાદિત છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર ન્યુટ્રલ વલણ સાથે રેન્જ બાઉન્ડ રહી શકે છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ, વેસ્ટ એશિયા તણાવ અને ઈન્ફ્લેશન ડેટા બજારની દિશા નક્કી કરશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ અભિગમ યથાવત રહેશે.

Spread the love

Most Popular