April 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendશેરબજારમાં રેકોર્ડ બ્રેકિંગ રેલી, તમામ સેક્ટરમાં વ્યાપક અપેક્ષિત ઉછાળો...!!!

શેરબજારમાં રેકોર્ડ બ્રેકિંગ રેલી, તમામ સેક્ટરમાં વ્યાપક અપેક્ષિત ઉછાળો…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૬ ના રોજ…

એફઆઈઆઈ – ડીઆઈઆઈની જોરદાર ખરીદી,શોર્ટ કવરિંગ અને ગ્લોબલ રાહતથી બજારમાં વ્યાપક ઉછાળો.બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી, જેમાં મુખ્ય સૂચકાંકોમાં લગભગ ૩૦૦૦પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. બજાર ગેપ-અપ સાથે ખુલ્યું અને દિવસભર ખરીદદારોનું પ્રભુત્વ રહ્યું હતું.આ રેલી માત્ર લાર્જકેપ સુધી મર્યાદિત નહોતી, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વ્યાપક ભાગીદારી જોવા મળી હતી. બજાર અંતે દિવસના ટોચના સ્તર નજીક બંધ થયું હતું, જે મજબૂત બુલિશ ટ્રેન્ડ અને રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પરના હુમલા ટાળવા અને બે સપ્તાહના ‘ડબલ-સાઇડેડ સીઝફાયર’ પર સહમતી દર્શાવ્યા બાદ વૈશ્વિક નાણાકીય બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુસ વિના શરતે ખોલવા અને સમજૂતી કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના અલ્ટિમેટમ અને આ અલ્ટિમેટમની મુદ્દત પૂરી થવામાં છે, ત્યારે બીજી તરફ ઈરાને યુદ્વ વિરામને બદલે સંપૂર્ણ યુદ્વ અંત સાથેની ૧૦ શરતો મૂકી હોઈ જો અને તો ની વર્તમાન સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં સુધારાનો દોર આગળ વધ્યો હતો. અમેરિકાની શરતો નહીં સ્વિકારવાના સંજોગોમાં ટ્રમ્પે માત્ર ચાર કલાકમાં ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવામાં આવશે એવી આપેલી ધમકી છતાં મંત્રણા  આગળ વધવાના  સંજોગોમાં ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પો પર હુમલા ટળી શકે છે એવા પણ આપેલા સંકેતે કોઈક સકારાત્મક ઉકેલની અપેક્ષાએ આજે બજારને ઘટાડે ફરી ટેકો મળ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૧૬ સામે ૭૭૨૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૦૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૬૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૫૧ સામે ૨૩૮૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૮૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૦૮૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

આજની તેજી ના મુખ્ય કારણો  : આજની ઐતિહાસિક તેજી પાછળ અનેક મજબૂત પરિબળો જવાબદાર રહ્યા હતા.સૌપ્રથમ, વૈશ્વિક બજારોમાં મજબૂત રિકવરી જોવા મળી હતી, જેમાં અમેરિકન સૂચકાંકો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટ માં જોરદાર ઉછાળો નોંધાયો હતો.બીજું મહત્વપૂર્ણ કારણ એફઆઈઆઈ દ્વારા ભારે ખરીદી છે. છેલ્લા કેટલાક દિવસોની વેચવાલી બાદ એફઆઈઆઈ ફરીથી નેટ બાયર્સ બનતા બજારમાં મજબૂતી આવી હતી.ત્રીજું પરિબળ શોર્ટ કવરિંગ છે. બજારમાં અગાઉ બનેલી શોર્ટ પોઝિશન્સ કવર થતા તેજી વધુ ઝડપથી વધી હતી.ચોથું, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અથવા સ્થિરતા બજાર માટે રાહતરૂપ બની હતી.

બુલિશ પરિબળો : સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના રોકાણકારોની ખરીદી બજાર માટે સૌથી મોટો સપોર્ટ છે.ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને મેન્યુફેક્ચરિંગ બૂમ લાંબા ગાળે બજાર માટે પોઝિટિવ છે.બેન્કિંગ સેક્ટરમાં મજબૂત ક્રેડિટ ગ્રોથ અને ઓછા એનપીએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે.વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ તણાવમાં ઘટાડાના સંકેતો પણ સેન્ટિમેન્ટ સુધારે છે.

બેરિશ પરિબળો : જોકે આજનો ટ્રેન્ડ બુલિશ રહ્યો છે, તેમ છતાં કેટલાક જોખમો યથાવત છે.વૈશ્વિક સ્તરે હજુ પણ જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા પૂરી રીતે દૂર થઈ નથી.મોંઘવારી અંગેની ચિંતા અને વ્યાજદરની અનિશ્ચિતતા હજુ પણ બજાર માટે પડકારરૂપ છે.

વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો : વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ તણાવમાં ઘટાડાના સંકેતો બજાર માટે પોઝિટિવ સાબિત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નરમ નિવેદનો અને સંભવિત ડિપ્લોમેટિક સોલ્યુશનના સંકેતો રોકાણકારોને રાહત આપે છે.ચીન દ્વારા આર્થિક પ્રોત્સાહનના પગલાં વૈશ્વિક માંગમાં સુધારો લાવી શકે છે.

સ્થાનિક પરિબળો : ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ ‘તટસ્થ’ રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ ‘વેઇટ ઍન્ડ વોચ'(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના ઈએમઆઈ હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.

ભારતમાં મજબૂત જીડીપી વૃદ્ધિ અને સરકારી ખર્ચ બજાર માટે મુખ્ય સપોર્ટ છે.મ્યુચ્યુઅલ ફંડ અને SIP ઇનફ્લો બજારમાં સતત લિક્વિડિટી પૂરી પાડે છે.કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે.

સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ : બેન્કિંગ સેક્ટર આજે રેલીનો મુખ્ય ડ્રાઇવર રહ્યો હતો અને તેમાં મજબૂત તેજી જોવા મળી હતી.આઈટી સેક્ટરમાં વૈશ્વિક માંગ સુધરતા તેજી નોંધાઈ હતી.મેટલ સેક્ટરમાં ગ્લોબલ કમોડિટી ડિમાન્ડના કારણે ઉછાળો આવ્યો હતો.ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી.એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સ્થિર પરંતુ પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હતો.

કોમોડિટી બજાર અપડેટ : કોમોડિટી બજારમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા બજાર માટે સકારાત્મક પરિબળ છે.ગોલ્ડમાં સલામત રોકાણની માંગ ઘટતા તેમાં નબળાઈ જોવા મળી હતી.સિલ્વરમાં મિશ્ર ચાલ જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર સામાન્ય વોલેટિલિટી નોંધાઈ હતી.બેઝ મેટલ્સમાં તેજી જોવા મળી હતી.

ક્યાં સેક્ટરમાં તેજી જોવા મળી : બેન્કિંગ, મેટલ, આઈટી, ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી.

આગામી ટ્રેન્ડ : આજની જોરદાર તેજી બાદ બજારમાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે છે.જો વૈશ્વિક સંકેતો પોઝિટિવ રહેશે તો બજાર નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે.એફઆઈઆઈની ખરીદી અને ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે.કુલ મળીને આજના સેશનમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ૩૦૦૦ પોઈન્ટની તેજી સાથે મજબૂત બુલિશ રેલી જોવા મળી છે. બજારમાં વ્યાપક ભાગીદારી અને મજબૂત સેન્ટિમેન્ટ દર્શાવે છે કે ટ્રેન્ડ પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યો છે.રોકાણકારો માટે આ સમય યોગ્ય સ્ટ્રેટેજી અને શિસ્તબદ્ધ રોકાણ દ્વારા સારા રિટર્ન મેળવવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular