વર્તમાન કારોબારી સેશનમાં નિકાસકારો માટે આરબીઆઈ તરફથી મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને લોજિસ્ટિકલ અવરોધોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ નવેમ્બર ૨૦૨૫માં જાહેર કરાયેલા કેટલાક ટ્રેડ રિલીફ પગલાં યથાવત રાખ્યા છે. આ પગલાં ખાસ કરીને એક્સપોર્ટ રિસીપ્ટ અને એક્સપોર્ટ ક્રેડિટની સમયમર્યાદા સંબંધિત છે, જે નિકાસકારો માટે સ્થિરતા લાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
આરબીઆઈના સર્ક્યુલર મુજબ, નિકાસ કરેલી માલ, સોફ્ટવેર અને સેવાઓ માટેની રિપેટ્રિએશન સમયમર્યાદા ૯ મહિના પરથી વધારીને ૧૫ મહિના સુધી યથાવત રાખવામાં આવી છે. વૈશ્વિક વેપાર માર્ગોમાં વોલેટિલિટી અને જીઓપોલિટિકલ તાણને કારણે આ વધારાનો સમય નિકાસકારો માટે મહત્વનો સહારો છે.
તે જ રીતે, પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ એક્સપોર્ટ ક્રેડિટની સમયમર્યાદા પણ ૪૫૦ દિવસ સુધી યથાવત રહેશે, જે હવે ૩૦ જૂન ૨૦૨૬ સુધીના તમામ ડિસ્બર્સમેન્ટ માટે લાગુ રહેશે. મધ્યપૂર્વમાં વધતી અસ્થિરતા અને લોજિસ્ટિકલ ધોવાણ વચ્ચે આરબીઆઈનો આ નિર્ણય નિકાસકારોને સાવચેતીભર્યા માહોલમાં સહાયરૂપ ગણાય છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
નિકાસ આધારિત સેક્ટરો જેમ કે ટેક્સટાઇલ, ફાર્મા, આઈટી સર્વિસીસ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સને આ પગલાંથી ટૂંકાગાળે મર્યાદિત સ્થિરતા મળશે. કેટલાક ઉદ્યોગોમાં પ્રોફિટ બુકિંગ પછી પસંદગીયુક્ત ધીમો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી દ્વારા ઓર્ડર ફ્લો જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ નિકાસ આધારિત સેક્ટરોમાં રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે. આરબીઆઈના પગલાં બાદ કેટલાક ઉદ્યોગોમાં બુલિશ બાયસ શક્ય છે, પણ જો વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત રહે તો સપોર્ટ લેવલ તૂટવાથી વોલેટિલિટી વધવાની શક્યતા રહેશે.
રોકાણ રણનીતિ :
નિકાસ આધારિત શેરોમાં પોઝિશન ધરાવતા રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલ યોગ્ય માનવામાં આવે છે. ટૂંકાગાળાના ટ્રેડર્સે સ્ટોપલોસ કડક રાખવો જરૂરી છે, કારણ કે હાલનું બજાર રેન્જ બાઉન્ડ સ્વરૂપમાં યથાવત છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં નિકાસ આધારિત ઉદ્યોગોમાં મર્યાદિત સુધારો જોવામાં આવી શકે છે. આરબીઆઈના પગલાં ટૂંકાગાળે સ્થિરતા લાવે છે, પરંતુ વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ અને વેપાર સંબંધિત અવરોધો બજારની દિશા નક્કી કરશે.





