April 2, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 2, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendબેંકિંગ જગતની નવી ક્રાંતિ - RBI વિઝન-2028 : બેંક એકાઉન્ટ પણ થશે...

બેંકિંગ જગતની નવી ક્રાંતિ – RBI વિઝન-2028 : બેંક એકાઉન્ટ પણ થશે મોબાઈલ નંબરની જેમ પોર્ટ…!!

ભારતીય બેંકિંગ ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. અત્યાર સુધી આપણે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) વિશે સાંભળ્યું હતું જેમાં આપણે આપણો નંબર બદલ્યા વગર ટેલિકોમ ઓપરેટર બદલી શકતા હતા હવે, ભારતીય રિઝર્વ બેંક (RBI) આ જ ટેકનોલોજીને બેંકિંગ સેક્ટરમાં લાવવાની તૈયારી કરી રહી છે.

આ સુવિધાનું નામ છે ‘બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી’…!!

આ સુવિધા અમલમાં આવ્યા પછી, ગ્રાહકોએ બેંક બદલવા માટે પોતાનો જૂનો અને જાણીતો એકાઉન્ટ નંબર છોડવો નહીં પડે.

👉🏼 શું છે બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી…!!?

સામાન્ય રીતે જ્યારે આપણે એક બેંકમાંથી બીજી બેંકમાં ખાતું બદલીએ છીએ, ત્યારે આપણને નવો એકાઉન્ટ નંબર મળે છે. આના કારણે જૂના ખાતા સાથે જોડાયેલી તમામ સેવાઓ જેવી કે સૅલેરી, સબસિડી, અને ઓટો-પેમેન્ટ અટકી જાય છે. RBI હવે ‘યુનિવર્સલ એકાઉન્ટ નંબર’ ની દિશામાં કામ કરી રહી છે. આ સિસ્ટમમાં તમારો એકાઉન્ટ નંબર તમારી કાયમી નાણાકીય ઓળખ બની જશે.

ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો તમે બેંક ‘A’ ની સેવાથી સંતુષ્ટ નથી અથવા બેંક ‘B’ વધુ સારું વ્યાજ આપી રહી છે, તો તમે માત્ર એક વિનંતી કરીને તમારું આખું ખાતું તમારી પસંદગીની નવી બેંકમાં ટ્રાન્સફર કરી શકશો, અને તમારો નંબર એ જ રહેશે.

👉🏼 મુખ્ય ફાયદો : ગ્રાહક બનશે ‘કિંગ’

૧. EMI અને SIP માં કોઈ અડચણ નહીં :-
મોટાભાગના લોકો બેંક એટલા માટે નથી બદલતા કારણ કે તેમના હોમ લોન કે કાર લોનના EMI તે ખાતામાંથી કપાતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડની SIP પણ લિંક હોય છે. પોર્ટેબિલિટીના કારણે, આ તમામ ‘મેન્ડેટ્સ’ આપમેળે નવી બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. તમારે દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપની કે બેંકમાં જઈને નવા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

૨. સરકારી સબસિડી (DBT) અને સૅલેરી :-

ગૅસ સબસિડી, પીએમ-કિસાન યોજના અથવા અન્ય સરકારી લાભો સીધા તમારા ખાતામાં આવે છે. બેંક બદલતા જ આ પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે. પોર્ટેબિલિટી બાદ, સિસ્ટમ પોતે જ જાણી લેશે કે તમે કઈ બેંકમાં પોર્ટ થયા છો અને તમારી સબસિડી અટક્યા વગર ચાલુ રહેશે. તેવી જ રીતે, ઓફિસના HR વિભાગને વારંવાર નવો નંબર આપવાની માથાકૂટ પણ દૂર થશે.

૩. એકવાર KYC, હંમેશા માટે શાંતિ :-

હાલમાં દરેક બેંકમાં અલગ-અલગ KYC કરાવવું પડે છે. RBI ની નવી યોજના મુજબ, એકવાર તમે KYC કરાવી લો એટલે તે સુરક્ષિત રીતે સેન્ટ્રલ સર્વર પર રહેશે. જ્યારે તમે બેંક પોર્ટ કરશો, ત્યારે તમારી વિગતો નવી બેંક સાથે ડિજિટલ રીતે શેર કરવામાં આવશે.

👉🏼 ટેકનોલોજી પાછળનું વિજ્ઞાન :- PaSS શું છે.. ?

RBI આ સુવિધા માટે PaSS (Payments Switching Service) નામની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે તમામ બેંકોના સર્વરને એકબીજા સાથે જોડે છે. જ્યારે ગ્રાહક પોર્ટિંગની વિનંતી કરે છે, ત્યારે PaSS સિસ્ટમ તેની તમામ નાણાકીય હિસ્ટ્રી, ઓટો-ડેબિટ સૂચનાઓ અને બેલેન્સને સુરક્ષિત રીતે નવી બેંકમાં ‘રૂટ’ (Route) કરી દે છે આનાથી ગ્રાહકનો અનુભવ એકદમ સ્મૂધ અને ઝડપી બને છે.

👉🏼 બેંકો પર વધશે દબાણ અને સ્પર્ધા :- આ સુવિધાથી બેંકોની કામ કરવાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર આવશે :-

❇️ ગ્રાહકોની જાળવણી :– અત્યાર સુધી બેંકો જાણતી હતી કે ગ્રાહક ખાતું બંધ કરવાની આળસમાં તેમની પાસે જ રહેશે. હવે, જો સર્વિસ ખરાબ હશે, તો ગ્રાહક એક ક્લિકમાં બીજી બેંકમાં જતો રહેશે.

❇️ સ્પર્ધાત્મક વ્યાજ દરો :- ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને સેવિંગ્સ એકાઉન્ટ પર વધુ વ્યાજ આપવા માટે બેંકો વચ્ચે હરીફાઈ જામશે.

❇️ ડિજિટલ બેંકિંગમાં સુધારો :- બેંકોએ તેમની મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન સર્વિસને શ્રેષ્ઠ બનાવવી જ પડશે, અન્યથા તેઓ ગ્રાહકો ગુમાવશે.

બેન્ક ખાતેદારો માટે વિશ્લેષણ તરીકે જોઈએ તો માટે આ સમાચાર મહત્વના છે. બેંકિંગ ક્ષેત્રના શેરોમાં લાંબા ગાળે આની અસર જોવા મળશે.

🎯 HDFC બેન્ક, ICICI બેન્ક, AXIS, INDUSIND બેન્ક કોટક બેન્ક જેવી પ્રાઈવેટ બેંકો :- જે બેંકો પાસે ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે તેઓ નાના તેમજ નવા ગ્રાહકોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહેશે.

🎯 જાહેર ક્ષેત્રની બેંકો (PSB) :- સરકારી બેંકોએ તેમની ગ્રાહક સેવા અને ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ ધ્યાન આપવું પડશે, નહીં તો ડિપોઝિટમાં ઘટાડો થઈ શકે છે.

👉🏼 ફિનટેક ક્રાંતિ :- આ સુવિધાથી પેમેન્ટ બેંકો અને સ્મોલ ફાઇનાન્સ બેંકોને પણ મોટું બજાર મળી શકે છે.

પડકારો અને સાવચેતી
કોઈપણ નવી સિસ્ટમ સાથે પડકારો પણ આવે છે. બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીમાં સાયબર સુરક્ષા સૌથી મહત્વની રહેશે. RBI એ સુનિશ્ચિત કરવું પડશે કે પોર્ટિંગ દરમિયાન ગ્રાહકનો ડેટા લીક ન થાય. ગ્રાહકોએ પણ ફિશિંગ કોલ્સથી સાવધ રહેવું પડશે જે ‘બેંક પોર્ટિંગ’ ના નામે તમારી વિગતો માંગી શકે છે.

બેંકિંગની નવી ક્ષિતિજ
RBI નું ‘વિઝન 2028’ ભારતીય અર્થતંત્રને વધુ પારદર્શક અને ગ્રાહક-કેન્દ્રી બનાવશે. આ સુધારો માત્ર એક સુવિધા નથી, પરંતુ ગ્રાહકોના હાથમાં રહેલું એક શક્તિશાળી શસ્ત્ર છે. હવે બેંકિંગ એ ‘મજબૂરી’ નહીં પણ ‘પસંદગી’ નો વિષય બનશે.

મિત્રો, આવનારા આ બદલાવ માટે અત્યારથી માનસિક રીતે તૈયાર થઈ જાઓ અને તમારી બેંક પાસેથી શ્રેષ્ઠ સેવાની અપેક્ષા રાખવાનું શરૂ કરો.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
Contact :- 99390 80808
www.nikhilbhatt.in

Spread the love

Most Popular