March 31, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, March 31, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftવેદાંતાએ JAL મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો, અદાણીના ટેકઓવર પર નવી કાનૂની ટક્કર...!!!

વેદાંતાએ JAL મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો, અદાણીના ટેકઓવર પર નવી કાનૂની ટક્કર…!!!

વેદાંતાએ JAL ટેકઓવર મામલો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈ અદાણી ગ્રુપના ૧૪,૫૪૩ કરોડના રેઝોલ્યુશન પ્લાનને પડકારતા કાનૂની મોરચો મજબૂત બનાવ્યો છે. NCLT અને NCLAT બન્નેએ રાહત ન આપતાં આ પગલું લેવામાં આવ્યું છે.

કંપની વિશે :

વેદાંતાનું કહેવું છે કે ચેલેન્જ પ્રક્રિયામાં તે સૌથી ઊંચો બોલીદાર હતું, પરંતુ લેન્ડર્સે અદાણીનો પ્રસ્તાવ પસંદ કર્યો હતો જેમાં આશરે ૬,૦૦૦ કરોડનું ઝડપી અપફ્રન્ટ ચૂકવણી અને બે વર્ષમાં બાકી રકમ ચૂકવવાનો પ્લાન હતો. વેદાંતાએ પોતાના પ્રસ્તાવમાં વધારાના ૬,૫૬૩ કરોડ કેશ સાથે ૮૦૦ કરોડની ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવાનો ઉલ્લેખ કર્યો છે.

જેએએલ પાસે નોઈડા અને યમુના એક્સપ્રેસવે વિસ્તારમાં લગભગ ૪,૦૦૦ એકર જેટલું લેન્ડ બેન્ક છે, જેના કારણે આ ટેકઓવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં આ મામલા પર સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. લેન્ડર્સની કમર્શિયલ વિસ્મડમને કાનૂની રીતે પડકારવું મુશ્કેલ હોવા છતાં, બિડિંગ પ્રક્રિયામાં પસંદગીયુક્ત અભિગમ અપનાયો હોવાનો વેદાંતાનો આક્ષેપ રોકાણકારોમાં ચિંતાનો વિષય બન્યો છે.

અદાણી ગ્રુપની બિડને ૯૩.૮ ટકા સમર્થન મળતાં લેન્ડર્સે આ નિર્ણય મજબૂત રીતે સમર્થન આપ્યો છે. NCLAT દ્વારા ડીલિસ્ટિંગ પર સ્ટે ન આપતાં અદાણી પ્લાનનું અમલીકરણ હાલ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ આ મામલા સાથે સંકળાયેલા ગ્રુપ કંપનીઓના શેરોમાં છેલ્લા કેટલાક સેશન્સ દરમિયાન પસંદગીયુક્ત ધોવાણ અને મર્યાદિત ઉછાળો જોવા મળ્યો છે. કાનૂની અનિશ્ચિતતા રેઝિસ્ટન્સ ઝોન નજીક નફારૂપી વેચવાલી વધારી શકે છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ કેટલાક રોકાણકારો અપનાવી રહ્યા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી બજાર માટે નિર્ણાયક બની શકે છે. કોર્ટ તરફથી કોઈ પણ ટિપ્પણી અથવા રોકાવાનો સંકેત મળ્યો તો સંબંધિત સ્ટોક્સમાં વોલેટિલિટી વધી શકે છે. હાલ સમગ્ર સ્થિતિ રેન્જ બાઉન્ડ દાયરામાં યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular