March 31, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, March 31, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendકતાર ગેસ કટોકટી અને દક્ષિણ એશિયામાં તોળાતું અન્ન સંકટ...!!!

કતાર ગેસ કટોકટી અને દક્ષિણ એશિયામાં તોળાતું અન્ન સંકટ…!!!

મિત્રો,
૪,૦૦૦ કિલોમીટર દૂર થયેલો એક ધડાકો આપણા ખેતરના હળ સુધી અને ઘરના રસોડા સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરી શકે છે.

તાજેતરમાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય (Geopolitical) ઘટનાઓએ સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં યુદ્ધ માત્ર સરહદો પર જ નથી લડાતું, પરંતુ તે દેશના અર્થતંત્ર અને સામાન્ય નાગરિકની થાળી સુધી અસર કરે છે. ઈરાન દ્વારા કતારના રાસ લફાન (Ras Laffan) ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલાએ દક્ષિણ એશિયાના કરોડો લોકો માટે એક ‘અદ્રશ્ય જોખમ’ ઊભું કર્યું છે. આ ઘટનાઓને જોડતી સૌથી મહત્વની કડી છે – ‘ફર્ટિલાઈઝર’ (ખાતર).

૧. કતાર : – વૈશ્વિક ખેતીનો પાવરહાઉસ

કતાર ફર્ટિલાઈઝર કંપની (QAFCO) વિશ્વની સૌથી મોટી સિંગલ-સાઈટ યુરિયા ઉત્પાદક સંસ્થા છે. આંકડાકીય રીતે જોઈએ તો, વિશ્વના કુલ યુરિયા પુરવઠાનો ૧૪% હિસ્સો માત્ર કતાર પૂરો પાડે છે. જ્યારે ઈરાને રાસ લફાન જેવી મહત્વની ગેસ ફેસિલિટી પર હુમલો કર્યો, ત્યારે માત્ર ઉર્જા ક્ષેત્ર જ નહીં, પરંતુ ખાતર બનાવવા માટેનો મુખ્ય કાચો માલ – નેચરલ ગેસ (LNG) – પણ ખોરવાઈ ગયો. કતારની LNG ક્ષમતાના ૧૭% આગામી ૩ થી ૫ વર્ષ માટે ઠપ્પ થઈ ગઈ છે, જેની સીધી અસર દક્ષિણ એશિયાના ખેતી પ્રધાન દેશો પર પડી છે.

૨. વિજ્ઞાન : – ગેસ થી અનાજ સુધીની સફર

આ કટોકટી કેમ ગંભીર છે..!? તેનું મુખ્ય કારણ ‘હેબર-બોશ’ (Haber-Bosch) પ્રક્રિયા છે. યુરિયા બનાવવા માટે હાઈડ્રોજન (H_2) ની જરૂર પડે છે, જે કુદરતી ગેસ (LNG) માંથી મેળવવામાં આવે છે. જો ગેસનો પુરવઠો અટકે, તો એમોનિયા (NH_3) બની શકતું નથી, અને એમોનિયા વગર યુરિયાનું ઉત્પાદન અશક્ય છે. આમ, ગેસની અછત એટલે સીધી રીતે ખાતરની અછત અને અનાજના ઉત્પાદનમાં ઘટાડો.

૩. બાંગ્લાદેશમાં ‘એનર્જી ઈમરજન્સી’

બાંગ્લાદેશ તેની LNG જરૂરિયાતનો ૬૫% હિસ્સો કતારથી આયાત કરે છે. હુમલાની અસર ગણતરીના દિવસોમાં જ જોવા મળી :-

👉🏼 બાંગ્લાદેશની ૫ માંથી ૪ સરકારી ખાતર ફેક્ટરીઓ (જેમ કે ઘોરાશાલ પોલાશ અને ચિત્તગોંગ યુરિયા) બંધ થઈ ગઈ છે.

👉🏼 દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ વીજળી બચાવવા માટે બંધ કરી દેવામાં આવી છે.

👉🏼 ઈંધણનું રેશનિંગ શરૂ થયું છે અને ઓઈલ ડેપો પર સેના તૈનાત કરવામાં આવી છે. ૧૭ કરોડની વસ્તીવાળો દેશ અત્યારે અંધકાર અને અન્ન સંકટના ઉંબરે ઉભો છે.

૪. ભારત અને પાકિસ્તાન પર અસર

ભારત અને પાકિસ્તાન પણ આ સંકટથી અલિપ્ત નથી જેને જોઈએ તો…

❇️ ભારત : – ભારત સરકાર દ્વારા ખાતર ક્ષેત્ર માટે ગેસના સપ્લાયમાં ૩૦% નો મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે IFFCO, Chambal Fertilizers અને Kribhco જેવી દિગ્ગજ કંપનીઓએ તેમના ઉત્પાદન એકમોમાં કામગીરી મર્યાદિત કરવી પડી છે. ભારત વિશ્વના ૨૫% ચોખાની નિકાસ કરે છે, જે હવે જોખમમાં છે.

❇️ પાકિસ્તાન :- અહીં પણ શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી છે અને Agritech તથા Fatima Fertilizer જેવા એકમોએ ઉત્પાદન અટકાવ્યું છે.

૫. બજારના આંકડા અને ભાવ વધારો

યુરિયાના ભાવમાં રાતોરાત ૪૦% થી ૬૦% નો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ જે ભાવ પ્રતિ ટન $૫૦૦ ની આસપાસ હતો, તે હવે $૭૦૦ ને પાર કરી ગયો છે. આ ચિંતાજનક છે કારણ કે આ સ્થિતિ મુખ્ય વાવણીની સીઝન (ખરીફ) પહેલા સર્જાઈ છે.

૬. ભૌગોલિક-રાજકીય લાભાર્થી : રશિયા

જ્યારે ગલ્ફ દેશોનો સપ્લાય ખોરવાયો છે, ત્યારે રશિયા એકમાત્ર મોટો નિકાસકાર બનીને ઉભરી રહ્યું છે. રશિયા હવે શ્રીલંકા અને અન્ય એશિયાઈ દેશોને ઈંધણ વેચવા માટે સક્રિય થયું છે. આ એક વક્રતા છે કે જે ડ્રોન (Shahed Upgraded) ટેકનોલોજીથી કતાર પર હુમલો થયો, તેમાં રશિયન પ્રભાવની ચર્ચાઓ પણ તેજ બની છે.

👉🏼 ‘ફેમિન લાઇન’ (દુષ્કાળની રેખા)

જૂન મહિનામાં ભારત અને બાંગ્લાદેશમાં ચોમાસાની વાવણી શરૂ થાય છે. જો એપ્રિલ અને મે મહિના દરમિયાન ખાતરનો પુરવઠો પૂર્વવત્ નહીં થાય, તો એશિયામાં અનાજની અછત અને ભયંકર મોંઘવારી નિશ્ચિત છે. આ ઘટના આપણને શીખવે છે કે ૪,૦૦૦ કિલોમીટર દૂર થયેલો એક ધડાકો આપણા ખેતરના હળ સુધી અને ઘરના રસોડા સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરી શકે છે.

મારાં અંગત મત મુજબ રોકાણકારોએ કેમિકલ અને એગ્રી-ઇનપુટ સેક્ટરમાં વોલેટિલિટી માટે તૈયાર રહેવું જોઈએ. પ્રોડક્શન કોસ્ટમાં વધારો કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ લાવશે.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
Contact :- 99390 80808
www.nikhilbhatt.in

Spread the love

Most Popular