વર્તમાન કારોબારી સેશનમાં ક્રિપ્ટો બજારમાં બિટકોઇનના ભાવે ફરી ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોની યથાવત ચાલ બાદ બિટકોઇન આશરે ૬૬,૦૦૦ ડોલર આસપાસ નબળો રહ્યો છે. વૈશ્વિક રિસ્ક-ઓફ વલણ, લિક્વિડિટી પ્રેશર અને ટેકનિકલ લેવલ્સના બ્રેકડાઉનને કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મધ્યમ ગાળામાં ભાવ રેન્જ બાઉન્ડ રહ્યા છે, પરંતુ વધતી વોલેટિલિટી વચ્ચે ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સાવચેતી અનિવાર્ય બની છે.
બજારના મુખ્ય પરિબળો :
• બિટકોઇન તેના ૨૦૦-ડે એવરેજ તથા યર-ટુ-ડે એવરેજ નીચે ફસલાઈ ગયો છે, જેના કારણે બેરિશ બાયસ વધ્યો છે.
• વૈશ્વિક ઇક્વિટીઝમાં ઘટાડો અને રિસ્ક-ઓફ વલણના કારણે મોટા ક્રિપ્ટો એસેટ્સમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે.
• યુએસ–ઇરાન તણાવમાં મર્યાદિત શાંતિના સંકેતો મળતાં ક્રૂડના ભાવમાં ૫ થી ૬ ટકા ઘટાડો થયો છે, જેના કારણે ક્રિપ્ટો સહિત અન્ય રિસ્ક એસેટ્સમાં મર્યાદિત સ્થિરતા જોવા મળેલી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બિટકોઇને ૬૬,૦૦૦ ડોલર નજીકનો સપોર્ટ લેવલ ટેસ્ટ કર્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો આવનારા દિવસોમાં ૬૮,૦૦૦ ડોલર તરફ મજબૂત ક્લોઝિંગ મળે તો બુલિશ બાયસ ફરી મજબૂત થઈ શકે છે. પરંતુ નીચેના સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડો આવશે.
ગયા ૫૦ દિવસથી બિટકોઇન ૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ ડોલર વચ્ચે રેન્જ બાઉન્ડ ચાલે છે, જેને વિશ્લેષકો “એક્યુમ્યુલેશન ફેઝ” તરીકે જોવે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ક્રિપ્ટો માર્કેટમાં વોલેટિલિટી વધેલી છે. બિટકોઇન સાથે ઇથરિયમ જેવા મુખ્ય ટોકન્સમાં પણ મર્યાદિત વેચવાલી જોવા મળી છે, જ્યારે કેટલીક અલ્ટકોઇન્સમાં પસંદગીયુક્ત ખરીદી નોંધાઈ છે. ઇન્સ્ટિટ્યુશનલ રસ યથાવત રહ્યો છે – બ્લેકરોક તથા માઇક્રોસ્ટ્રેટેજીના તાજેતરના ફોકસને કારણે માર્કેટ સેન્ટિમેન્ટમાં મર્યાદિત ટેકો જોવા મળી રહ્યો છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ઉપર ધ્યાન આપવું.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી પરંતુ કડક સ્ટોપલોસ સાથે.
• વધેલી વોલેટિલિટી ધ્યાનમાં લઇ વધુ લેવરેજ ટાળવી.
• લાંબા ગાળાના રોકાણકારોએ પોઝિશન મર્યાદિત રીતે જાળવવી.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. વૈશ્વિક લિક્વિડિટી, જીઓપોલિટિકલ પરિબળો અને મૅક્રો આંકડાઓ બિટકોઇનના ભાવની દિશા નક્કી કરશે. ૭૦,૦૦૦ ડોલર નજીક મજબૂત માંગ તો દેખાય છે, પરંતુ સેંટિમેન્ટ હજી નાજુક છે.






