કોટક મહિન્દ્રા બેંક સામે પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધી આશરે રૂ. ૧૫૦ કરોડની ગડબડીના આક્ષેપોના માહોલ વચ્ચે બેંકે તમામ દસ્તાવેજો અને અકાઉન્ટ્સનું વિગતવાર રિકન્સિલિએશન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મ્યુનિસિપાલિટીની સૂચના બાદ બેંકે તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરેલી છે અને અત્યાર સુધીમાં મોટો હિસ્સો રિકન્સાઇલ થઈ ગયો હોવાનું બેંક સૂત્રોએ જણાવ્યું છે.
બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ અકાઉન્ટ ઓપનિંગ પ્રક્રિયા, KYC દસ્તાવેજો અને ઓથોરાઇઝ્ડ સાઇનેટરી સંબંધિત નિયમોનું પાલન યથાવત કરવામાં આવ્યું છે. એફડીની પરિપક્વતા સમયે ગડબડી જણાતા મ્યુનિસિપાલિટીએ મામલો સ્ટેટ વિજિલન્સને સુપુર્દ કર્યો હતો.
હરિયાણામાં આ બીજી મોટી બેંકિંગ ગડબડી તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ IDFC FIRST Bankમાં રૂ. ૫૯૦ કરોડની ગડબડી સામે આવી હતી.
કંપની વિશે :
કોટક મહિન્દ્રા બેંકે સ્પષ્ટ કર્યું છે કે તમામ ટ્રાન્ઝેક્શન અને અકાઉન્ટ ઓપરેશન બેંકિંગ નોર્મ્સ મુજબ કરવામાં આવ્યા હતા. બેંકે પંચકુલા પોલીસ પાસે ઔપચારિક ફરિયાદ દાખલ કરીને મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. બેંકે સરકારી તંત્ર અને કાનૂની એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપવાની પુષ્ટિ કરી છે.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં બેંકિંગ સેગમેન્ટમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. હરિયાણા પ્રદેશમાં સતત બે મોટા કેસ સામે આવતા રોકાણકારોમાં વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે બેંકિંગ શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ નોંધાઈ રહ્યું છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
બેંકિંગ તેમજ ફાઈનાન્સીયલ સર્વિસીસ સેક્ટરમાં મર્યાદિત દબાણ યથાવત છે. કોટક બેંકના શેરમાં તાજેતરના સમાચાર પછી વોલેટિલિટી વધેલી છે. મોટા પ્રાઈવેટ બેંકોમાં રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે, જ્યારે ક્વોલિટી બેંકોમાં લાંબા ગાળાની પોઝિશન જાળવવામાં આવી રહી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં તપાસ સંબંધિત સત્તાવાર અપડેટ્સ સામે આવતા બેંકિંગ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. જો રિકન્સિલિએશન મજબૂત રીતે પૂરું થાય અને તપાસ નિષ્પક્ષ રીતે ક્લોઝિંગ તરફ જાય તો બેંક પરનો બેરિશ બાયસ ઘટાડો દેખાઈ શકે છે. રોકાણકારો માટે આ તબક્કે સાવચેતી રાખીને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ક્વોલિટી પોઝિશન જાળવવી યોગ્ય રહેશે.







