March 27, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Friday, March 27, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightઇન્ફોસિસ દ્વારા અમેરિકન બે ટેક ફર્મોના વિશાળ ટેકઓવર સાથે આર્થિક વર્ષમાં સર્વોચ્ચ...

ઇન્ફોસિસ દ્વારા અમેરિકન બે ટેક ફર્મોના વિશાળ ટેકઓવર સાથે આર્થિક વર્ષમાં સર્વોચ્ચ ખર્ચ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ઇન્ફોસિસે પોતાના ખરીદી કાર્યક્રમમાં મજબૂત ગતિ જાળવી રાખી છે અને બે અમેરિકન ટેક સર્વિસીઝ ફર્મોના કુલ ૫૬૦ મિલિયન ડોલરના મોટા અધિગ્રહણની જાહેરાત કરી છે. આ પગલાથી કંપનીનું આર્થિક વર્ષ દરમિયાન ખર્ચ નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે.

કંપની વિશે :

ઇન્ફોસિસે ફ્લોરિડા સ્થિત ઓપ્ટિમમ હેલ્થકેર આઈટીના અધિગ્રહણ માટે ૪૬૫ મિલિયન ડોલર સુધી અને ન્યૂ જર્સી આધારિત સ્ટ્રાટસના ટેકઓવર માટે ૯૫ મિલિયન ડોલર સુધી ખર્ચ કરવાની જાહેરાત કરી છે. બંને સોદા કેશ આધારિત છે અને જૂન સુધી પૂર્ણ થવાની શક્યતા છે. આ ખરીદીઓને કારણે ઇન્ફોસિસને ૩૧૯ મિલિયન ડોલરનું વધારાનું આવક પ્રવાહ મળવાની આશા છે, જેમાં ઓપ્ટિમમ હેલ્થકેર તરફથી ૨૭૬ મિલિયન અને સ્ટ્રાટસ તરફથી ૪૩ મિલિયન ડોલરનો ફાળો રહેશે.

આ અધિગ્રહણો પછી ઇન્ફોસિસનું FY26 દરમિયાન કુલ M&A ખર્ચ ૮૦૮ મિલિયન ડોલર જેટલું થઈ ગયું છે, જે છેલ્લા બે દાયકામાં સર્વોચ્ચ સ્તર ગણાય છે.

બજારના મુખ્ય પરિબળો :

આગામી દિવસોમાં IT સેક્ટરમાં વોલેટિલિટી યથાવત જોવા મળી શકે છે. ઓટોમેશન અને ખર્ચ નિયંત્રણના પગલાંને કારણે સેક્ટરમાં દબાણ યથાવત છે, જ્યારે વૈશ્વિક સ્તરે સાવચેતીનો માહોલ પણ ઊભો છે. હેલ્થકેર અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળતા ઇન્ફોસિસના આ સ્ટ્રેટેજિક અધિગ્રહણોને બજાર મર્યાદિત સકારાત્મક પ્રતિભાવ આપી રહ્યું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

IT સેક્ટરમાં છેલ્લા કેટલાક મહિનામાં દબાણ અને પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. પ્રોફિટ બુકિંગ તેમજ નવા પ્રોજેક્ટ્સના ધીમા પ્રવાહને કારણે રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહી છે. તેમ છતાં હેલ્થકેર અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં તબક્કાવાર ખરીદી ચાલુ રહી છે, જ્યાં ઇન્ફોસિસ પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ઇન્ફોસિસના શેરે તાજેતરના ઘટાડા પછી સપોર્ટ લેવલને તપાસ્યો છે. ટેકનિકલ ચાર્ટ મુજબ બ્રેકઆઉટ માટે મજબૂત ક્લોઝિંગ આવશ્યક રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલીનો દબાણ રહી શકે છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીને ટેકો યથાવત જોવા મળી શકે છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ તરફ રહી શકે છે. ઇન્ફોસિસ માટે હેલ્થકેર અને ઇન્શ્યોરન્સ સેગમેન્ટમાં વધતી પોઝિશન લાંબા ગાળે કંપનીને મજબૂત સપોર્ટ પૂરો પાડી શકે છે. રોકાણકારો માટે સાવચેતી સાથે તબક્કાવાર રોકાણની રણનીતિ અનુકૂળ બની શકે છે.

Spread the love

Most Popular