March 26, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, March 26, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftકોટક મહિન્દ્રા બેંક દ્વારા KMIL ના કારોબારમાં મોટો ફેરફાર…...!!!

કોટક મહિન્દ્રા બેંક દ્વારા KMIL ના કારોબારમાં મોટો ફેરફાર……!!!

વર્તમાન કારોબારી સેશનમાં કોટક મહિન્દ્રા બેંક તરફથી એક મહત્વપૂર્ણ કોર્પોરેટ જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેની સંપૂર્ણ માલિકીની સહાય કંપની Kotak Mahindra Investments Limited (KMIL) નો સમગ્ર કારોબાર હવે બેંકની અંદર જ સંચાલિત કરવામાં આવશે. આ ફેરફાર ૧ એપ્રિલ ૨૦૨૬ થી અમલમાં આવશે.

આ પગલું બેંક માટે ગ્રુપ સિંપ્લિફિકેશન સાથે ઓપરેશનલ સિન્જરી વધારવાની દિશામાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

કંપની વિશે :

KMIL હાલમાં બેંકની મુખ્ય એનબીએફસી આર્મ તરીકે કાર્યરત છે, પરંતુ હવે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૫ ના નવા નિયમોને અનુરૂપ એનું સમગ્ર લોન સંબંધિત કાર્ય બેંકમાં જ શિફ્ટ કરવામાં આવશે. KMIL ના બોર્ડે ૨૪ માર્ચ ૨૦૨૬ ની બેઠકમાં નક્કી કર્યું છે કે ૧ એપ્રિલ ૨૦૨૬ થી નવી લોન સૅન્કશન નહીં થાય. હાલની તમામ લોન અને ફેસિલિટીઓનું સર્વિસિંગ યથાવત રહેશે.

બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર તેના કોમ્પ્લાયન્સ માળખાને વધુ મજબૂત બનાવશે અને કુલ કારોબારી માળખામાં સરળતા લાવશે.

બજારના મુખ્ય પરિબળો :

• આરબીઆઈના નવા નિયમો મુજબ ગ્રુપમાં એકથી વધુ એન્ટિટીમાં સમાન પ્રકારની સર્વિસ માટે સ્પષ્ટ રેશનાલ જરૂરી છે.
• બેંક ગ્રુપ સ્ટ્રક્ચર સરળ બનાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ ગણાય છે.
• રોકાણકાર સેન્ટિમેન્ટમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

નાણાકીય પરિણામો :

KMIL નું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નેટ ટોટલ ઇનકમ રૂપિયા ૭૯૫ કરોડ અને પીઍટી રૂપિયા ૫૦૧ કરોડ રહ્યું હતું. બેંકના કુલ કન્સોલિડેટેડ પીઍટીમાં તેનો ફાળો અંદાજે ૨.૩ ટકા જેટલો હતો. KMIL નું નેટ વર્થ ૩૧ માર્ચ ૨૦૨૫ ના રોજ રૂપિયા ૩,૮૪૨ કરોડ હતું.

બેંકના જણાવ્યા મુજબ આ રિસ્ટ્રક્ચરિંગથી બેંકના કન્સોલિડેટેડ નફા અથવા નેટ વર્થ પર કોઈ મહત્વપૂર્ણ અસર નહીં થાય.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં KMIL નું બેંકમાં ઇન્ટિગ્રેશન તબક્કાવાર રીતે પૂરું કરવામાં આવશે. બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે અને રોકાણકારો માટે સાવચેતીનો માહોલ ચાલુ રહેશે. નિષ્ણાતો મુજબ બેંકિંગ સેક્ટરમાં પસંદગીયુક્ત પોઝિશન જાળવી આગળ વધવું વધુ યોગ્ય રહેશે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી જરૂરી રહી શકે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી સાથે પોઝિશન બિલ્ડ કરવી.
• બેંકિંગ સેક્ટરમાં મર્યાદિત ખરીદી યોગ્ય ગણાય.
• સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ પર ધ્યાન રાખવું યોગ્ય રહેશે.

Spread the love

Most Popular