October 10, 2025
Subscription
Login
Friday, October 10, 2025
Subscription
Login
HomeStock Market Trendઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો...!!

ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૨૬ સામે ૮૧૮૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકાના ઈઝરાયેલ – હમાસ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર વધુ બોમ્બમારો અને  અમેરિકામાં શટડાઉન અને ટેરિફ મામલે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો અહેવાલો વચ્ચે સતત ચાર દિવસની તેજી બાદ આજે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેન્કોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાં અને ભારત-યુ.કે. વચ્ચે ટ્રેડ કરારો છતાં આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા સેન્ટીમેન્ટ નેગેટીવ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વ્યાજ દરમાં ઘટાડો અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વધુ ઘટાડો કરવાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સ નબળો પડતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક  ક્રુડઓઈલનો માલભરાવો થવાની ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડઓઈલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મુખ્યત્વે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૪ અને વધનારની સંખ્યા ૧૭૪૦ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાઈટન કંપની લિ. ૪.૩૮%, ઈન્ફોસિસ લિ. ૨.૬૭%, ટાટા કન્સલ્ટન્સી ૧.૭૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૪%, ટેક મહિન્દ્ર ૧.૧૭%, ઈટર્નલ લિ. ૧.૧૦%, ભારતી એરટેલ ૦.૭૧%, બજાજ ફાઈનાન્સ ૦.૫૧% અને ટાટા સ્ટીલ ૦.૨૬% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૪૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૯૧%, બીઈએલ લિ. ૧.૬૭%, ટ્રેન્ટ લિ. ૧.૪૬%, સન ફાર્મા ૧.૩૭%, એનટીપીસી લિ. ૧.૩૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૭%, બજાજ ફિનસર્વ ૧.૧૭% અને એશિયન પેઈન્ટ ૧.૦૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ૬.૩%થી વધારી ૬.૫% કર્યું છે. અનુમાનમાં આ વધારો સ્થાનિક વપરાશમાં સુધારો, કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ અને ગ્રામીણ રોજગારીમાં વધારાને કારણે થયો છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, ભારત આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. જો કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર લાગુ કરેલો ૫૦% ટેરિફ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી વર્ષે જોવા મળી શકે છે.

આરબીઆઈએ પણ ઑક્ટોબર મહિનાની એમપીસી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૬.૫%થી વધારી ૬.૮% કર્યું છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ, બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ૭%, ત્રીજા ત્રિમાસિકમાં ૬.૪% અને ચોથા ત્રિમાસિકમાં ૬.૨% રહેવાની ધારણા છે. મોંઘવારીની દ્રષ્ટિએ પણ સ્થિતિ અનુકૂળ છે. રિટેલ મોંઘવારી ૨.૬% રહેવાની ધારણા છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૩.૧%થી ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ફુગાવો ૪% સુધી મર્યાદિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular