રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૯૦ સામે ૮૧૮૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૨૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૮૫ સામે ૨૫૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. ભારતીય સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર, મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કોર્પોરેટ ઈન્ડિયા માટે ધિરાણની વધુ સરળ ઉપલબ્ધિના પગલાં સાથે વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ અટકવાના સંકેત સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.
અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓની આયાત પર ૧૦૦% ટેરિફને હાલ તુરત ટ્રમ્પ સરકારે મોટી કંપનીઓ માટે મોકૂફ રાખતાં અને ભારત દ્વારા અમેરિકા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી કરી રહ્યાના અહેવાલ અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ આરંભિક કલાકોમાં બે-તરફી અફડાતફડી બાદ તેજી તરફી ચાલ યથાવત રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન ચાલી રહેલા આઈપીઓ સાથે જોડાયેલા સંભવિત વિદેશી પ્રવાહથી ટેકો મળવાની અપેક્ષાએ મંગળવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે માંગ નબળી રહેવાની શકયતાએ ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો અપેક્ષા કરતા નીચો રહેવાની ધારણાંએ ક્રુડઓઈલના ભાવો સુધારા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, સર્વિસીસ, મેટલ, આઈટી, ફોકસ્ડ આઈટી, બેન્કેક્સ, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ અને યુટિલિટીઝ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૦ અને વધનારની સંખ્યા ૧૮૪૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકનોલોજી ૧.૪૦%, ભારતી એરટેલ ૧.૪૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૯%, પાવર ગ્રીડ ૦.૯૨%, અચડીએફસી બેન્ક ૦.૮૮%, બજાજ ફાઈનાન્સ ૦.૮૮%, ટાટા સ્ટીલ ૦.૮૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૫%, ઇટર્નલ લિ. ૦.૮૪% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૭% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૨.૧૯%, ટાટા મોટર્સ ૨.૦૧%, ટ્રેન્ટ લિ. ૧.૭૮%, ઈન્ફોસીસ લિ. ૧.૨૯%, સ્ટેટ બેન્ક ૧.૦૭%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૨%, કોટક બેન્ક ૦.૯૦%, બીઈએલ લિ. ૦.૬૪% અને ટાઈટન કંપની લિ. ૦.૫૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૯ લાખ કરોડ વધીને ૪૬૦.૨૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અર્થતંત્રના મુખ્ય પાયા – જેમ કે ફુગાવામાં ઘટાડો, ફોરેક્સ રિઝર્વમાં વધારો, રાજકોષીય ખાધમાં સુધારો અને બૅન્કો તથા કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટ – શેરબજાર માટે વિશ્વાસ વધારતા પરિબળો છે. ૭૦૦ અબજ ડૉલરથી વધુના ફોરેક્સ રિઝર્વ અને ૨%ની આસપાસના નિયંત્રિત ફુગાવા સાથે ભારત વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યું છે. આર્થિક સ્થિરતા અને મજબૂત નીતિ આધાર માર્કેટને લાંબા ગાળે બુલિશ ટ્રેન્ડ તરફ લઇ જઈ શકે છે. મેક્રો ફંડામેન્ટલ્સ મજબૂત બનતાં ઈક્વિટી માર્કેટમાં સેક્ટર-રોટેશન અને ડોમેસ્ટિક ડિમાન્ડ આધારિત સેક્ટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં રોકાણ પ્રવાહ વધવાની શક્યતા છે.
આ સિવાય, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતા શેરબજાર માટે એક સુરક્ષિત અને વેગવંતુ સ્થાન તરીકે ઉભરી રહી છે. આરબીઆઈની સાવચેત નીતિઓ, સરકારની ઉત્પાદન અને રોકાણ પ્રોત્સાહક યોજનાઓ અને ખાનગી ક્ષેત્રના મજબૂત બેલેન્સ શીટના સંયોજનથી માર્કેટ માટે માધ્યમથી લાંબા ગાળાનો વિશ્વાસદાયક વૃદ્ધિ માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતનું આંતરિક ઉપભોક્તા આધારિત અર્થતંત્ર અને રાજકોષીય શિસ્ત માર્કેટને સ્થિરતા આપશે. પરિણામે, આગામી દિવસોમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in