October 10, 2025
Subscription
Login
Friday, October 10, 2025
Subscription
Login
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો...!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૦૭ સામે ૮૧૨૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૦૬ સામે ૨૪૯૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ ઘટાડાની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે આજે શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે મજબૂત સ્થાનિક ઇક્વિટી અને સંભવિત આઈપીઓ સંબંધિત પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સ્થિર ટ્રેડિંગ કરી રહ્યો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો અટકયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ, કોમોડિટીઝ, યુટિલિટીઝ, એફએમસીજી, પાવર, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૩ અને વધનારની સંખ્યા ૧૮૨૭ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા કન્સલ્ટન્સી ૨.૯૬%, ટેક મહિન્દ્ર ૨.૬૨%, એક્સિસ બેન્ક ૨.૬૧%, ઈટર્નલ લિ. ૨.૦૧%, ઈન્ફોસિસ લિ. ૧.૯૮%, બજાજ ફાઈનાન્સ ૧.૯૫%, કોટક બેન્ક ૧.૮૯%, બજાજ ફિનસર્વ ૧.૭૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૯%, મારુતિ સુઝુકી ૧.૨૬% અને સન ફાર્મા ૧.૨૨% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૮૮%, અદાણી પોર્ટ્સ ૧.૨૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૦૭%, ટાઈટન કંપની લિ. ૦.૯૭%, ટ્રેન્ટ લિ. ૦.૯૧%, આઈટીસી ૦.૮૮% અને એનટીપીસી ૦.૮૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૭ લાખ કરોડ વધીને ૪૫૯.૮૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં ભારતીય શેરબજારની રુખ વૈશ્વિક પરિબળો અને સ્થાનિક આર્થિક સંકેતો પર આધારિત રહેશે. અમેરિકી રાજનીતિમાં શાંતિના સંકેતો, ફાર્મા ટેરિફ મામલે રાહત અને મધ્યપૂર્વના તણાવમાં ઘટાડો – આ બધા પરિબળો વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે હકારાત્મક વાતાવરણ સર્જી રહ્યા છે. આ સાથે, અમેરિકન ડોલર સામે રૂપિયો સ્થિર રહેતો અને કાચા તેલના ભાવમાં થોડો સુધાર જોવાતો, ભારતીય અર્થતંત્ર માટે રાહતરૂપ છે. વિદેશી રોકાણકારો દ્વારા ચાલુ વેચવાલીમાં ધીમો પડકાર જોવાતો હોવાથી માર્કેટમાં વિશ્વાસ પાછો આવવાની શક્યતા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને રોકવાની ધારણા પણ ઇમર્જિંગ માર્કેટ્સ માટે ટેકોરૂપ બની શકે છે.

સ્થાનિક સ્તરે, કોર્પોરેટ કમાણી સીઝનની શરૂઆત પૂર્વે માર્કેટમાં સિલેક્ટિવ સ્ટોક-સ્પેસિફિક મૂવમેન્ટ જોવાય તેવી ધારણા છે. બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રમાં ફંડામેન્ટલ સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે, જ્યારે ટેક અને ફાર્મા સેક્ટરમાં વોલેટિલિટી યથાવત્ રહી શકે છે. સરકાર તરફથી કેપેક્સ વધારાના આશાવાદી સંકેતો અને મજબૂત જીએસટી વસૂલાત પણ બજારને સપોર્ટ આપશે. વોલેટિલિટી અને વૈશ્વિક રાજકીય અસ્પષ્ટતા વચ્ચે ઈન્વેસ્ટરો માટે “બાય ઓન ડીપ્સ”ની સ્ટ્રેટેજી વધુ યોગ્ય ગણાશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular