બ્લૂચિપ શેર એટલે ગેરંટી નહીં...!
મિત્રો, જાણો અગ્રણી ૧૫ સ્ટોક્સની સુસ્તીનું વિશ્લેષણ....!!
ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીનો પાંચ વર્ષનો સમયગાળો અત્યંત ઉત્સાહજનક રહ્યો છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સે આ પાંચ વર્ષમાં નવાં શિખરો સર કર્યાં છે, પરંતુ બજારના આ બુલ રન પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે સામાન્ય રોકાણકારોને ચોંકાવી દે તેવું છે.
ભારતના કોર્પોરેટ જગતના દિગ્ગજ ગણાતા અને રોકાણકારોના માનીતા ૧૫ જાણીતા સ્ટોક્સ આજે પણ વર્ષ ૨૦૨૧ ના સ્તરની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યા છે.
પાંચ વર્ષનો લાંબો સમયગાળો, મોંઘવારીનો દર અને તકના વિલંબિત ખર્ચ ધ્યાને લઈએ તો આ શેરના ધારકો માટે વાસ્તવિક વળતર શૂન્ય કે નકારાત્મક સમાન રહ્યું છે.
'ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ'ના આ ખાસ અહેવાલમાં આપણે આ ૧૫ કંપનીઓની વર્તમાન સ્થિતિ, તેમના અટકી પડેલા પ્રદર્શન પાછળનાં અંદાજીત કારણો અને રોકાણકારો માટેની ભવિષ્યની રણનીતિનું ઊંડું વિશ્લેષણ કરીએ...
દિગ્ગજ સ્ટોક્સ અને તેમની વર્તમાન સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ :-
બજારમાં રોકાણકારો જે કંપનીઓને 'સેફ હેવન' કે બ્લૂચિપ માને છે, તેમાં પણ ભાવમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. જેને તબક્કાવાર અને સેક્ટર્સ મુજબ વિશ્લેષણ કરીએ તો...
રિન્યુએબલ અને ટેલિકોમ ટ્રાન્સફોર્મેશન છતાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રિટેલ અને જીઓ ક્ષેત્રે અદભુત વૃદ્ધિ દર્શાવી હોવા છતાં, ઓઇલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં નબળા માર્જિન અને વિશાળ કેપેક્સ સાયકલને કારણે તેનો સ્ટોક પ્રાઇસ વર્ષ ૨૦૨૧ ના ઝોનની આસપાસ ફસાયેલો રહ્યો છે.
બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના હેવીવેઇટ્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેન્કમાં નેતૃત્વમાં ફેરફાર અને તાજેતરના આરબીઆઈના આદેશોની અસર જોવા મળી છે. બીજી તરફ, બજાજ ફીન વર્ષ અને indusind બેંક માં પ્રોવિઝનિંગ, વ્યાજદરના ફેરફારો અને ડિપોઝિટ ગ્રોથના દબાણને કારણે ભાવમાં અપેક્ષિત તેજી આવી નથી.
આઈટી ક્ષેત્રની ટેક મહિન્દ્રા અને ઇન્ફો એજ (Naukri) વૈશ્વિક મેક્રો-ઈકોનોમિક અનિશ્ચિતતાઓ અને ટેક-ખર્ચમાં મંદીનો સામનો કરી રહી છે. રોગચાળા દરમિયાન તીવ્ર ઉછાળો જોયા બાદ ડોક્ટર લાલપેથ લેબ જેવી ડાયગ્નોસ્ટિક કંપનીઓમાં ગ્રાહક મેળવવાની તીવ્ર સ્પર્ધાને લીધે માર્જિન પર દબાણ આવ્યું છે.
કન્ઝમ્પશન અને એપરલ ક્ષેત્રના અગ્રણી સ્ટોક્સ પેજ ઇન્ડસ્ટ્રીઝ અને પતંજલિ ફુડ્સ માં છેલ્લા પાંચ વર્ષથી સુસ્તી જોવા મળી છે. મહામારી પછી બજાર ખુલ્લું થતાં પ્રીમિયમ કેટેગરીમાં નવી બ્રાન્ડ્સ અને ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર કંપનીઓનો પ્રવેશ થતાં આ દિગ્ગજો માટે સખત સ્પર્ધા સર્જાઈ છે. આ ઉપરાંત, સતત રહેલી મોંઘવારીના કારણે શહેરી અને ગ્રામીણ વપરાશમાં અપેક્ષિત વૃદ્ધિ નોંધાઈ નથી, જેની સીધી અસર તેમના ગ્રોથ રેટ અને વેલ્યુએશન પર પડી છે.
સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરની વાત કરીએ તો અંબુજા સિમેન્સ સિમેન્ટસ, Ambuja Cements, એક્સ્ટ્રા લો અને રામકો સિમેન્ટ્સ જેવા કાબેલ સ્ટોક્સ પર કાચા માલ અને એનર્જી ઇનપુટ્સના ઊંચા ભાવ દબાણ બનાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં ક્ષમતા વિસ્તરણ પાછળ મોટો મૂડી ખર્ચ થઈ રહ્યો હોવા છતાં, કંપનીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર ભાવ-સ્પર્ધાને લીધે પ્રોફિટ માર્જિન જાળવી રાખવા કઠિન બન્યા છે, જેનાથી ઓપરેટિંગ કેશફ્લો હોવા છતાં સ્ટોક પ્રાઇસ અટકી ગઈ છે.
એગ્રી અને એનર્જી સેક્ટરમાં ગોદરેજ એગ્રોવેટ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ જેવા શેર હવામાન અને વૈશ્વિક પરિબળો સામે ઝઝૂમી રહ્યા છે. ચોમાસાની અનિશ્ચિતતા અને ગ્લોબલ કોમોડિટી પ્રાઇસ સાયકલમાં સતત થતા ફેરફારોને કારણે ખેતી-આધારિત ઇનપુટ બિઝનેસ પર અસર પડી છે, જ્યારે ઊંચા વ્યાજદરોના વાતાવરણમાં મોટા પાવર અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ માટે મૂડી મેળવવાની પડતર વધતાં આ સ્ટોક્સમાં ધાર્યા મુજબની તેજી જોવા મળી નથી.
પાંચ વર્ષની સુસ્તી પાછળના મુખ્ય કારણો
( ૧ ) વર્ષ ૨૦૨૧ નું ઊંચું વેલ્યુએશન :
વર્ષ ૨૦૨૧ના બુલ રનમાં આમાંના ઘણા સ્ટોક્સ તેમના વાસ્તવિક મૂલ્ય કરતા ખૂબ ઊંચા P/E રેશિયો પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે વેલ્યુએશન ખૂબ મોંઘું થઈ જાય છે, ત્યારે કંપનીના નફામાં વૃદ્ધિ થાય તો પણ શેરનો ભાવ વધતો નથી, જેને બજારની ભાષામાં 'ટાઇમ કરેક્શન' કહેવાય છે.
( ૨ ) કોમર્શિયલ બેન્કિંગ અને વ્યાજદરની સાયકલ :
વ્યાજદરમાં વધારાને કારણે ફાઇનાન્શિયલ કંપનીઓના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) પર દબાણ આવ્યું છે, જેનાથી ફાઇનાન્સ સેક્ટરના શેર અટકી ગયા છે.
(૩) ક્ષેત્રનિષ્ઠ પડકારો :
આઈટી, સિમેન્ટ અને એગ્રી-ઇનપુટ જેવા સેક્ટરોમાં વૈશ્વિક મંદી અને સ્થાનિક સ્પર્ધાના કારણે નફાકારકતા પર સીધી અસર પડી છે.
રોકાણકારો માટે આગામી રણનીતિ
રોકાણકારો માટે આ સ્થિતિ બે મહત્વના પાઠ ભણાવે છે એ છે કે - "ભૂતકાળનું પ્રદર્શન એ ભવિષ્યના વળતરની ગેરંટી નથી" અને "ફક્ત બ્લૂચિપ નામ હોવાથી જ રોકાણ સુરક્ષિત નથી રહેતું."
મિત્રો, પોર્ટફોલિયોનું રી-બેલેન્સિંગ કરવું જરૂરી હોય છે જે રોકાણકાર ભૂલી જાય છે. ઉપરોક્ત સ્ટોક્સમાંથી જે કંપનીઓનો મૂળભૂત નફો સતત વધી રહ્યો છે પરંતુ માત્ર બજારભાવ વધ્યો નથી જે રોકાણકારો માટે અતિ મહત્વનો અને પ્રિય લાભ હોય છે (દા.ત. રિલાયન્સ અથવા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ), અહીં આ બન્ને સ્ટોકમાં લાંબા ગાળા માટે સુવર્ણ તક બની શકે છે પરંતુ મૂલ્યાંકનની ચકાસણી કરવી પણ જરૂરી બને છે જે કંપનીઓમાં બિઝનેસ મોડલ સુસ્ત પડ્યું છે અથવા સ્પર્ધા સામે માર્જિન ઘટ્યા છે, તેમાંથી તબક્કાવાર બહાર નીકળીને વધુ ગ્રોથ ધરાવતા સેક્ટર્સ તરફ મૂડી ટ્રાન્સફર કરવાનો સમય આવી ગયો છે.
માત્ર નામ કે બ્રાન્ડના આધારે રોકાણ જાળવી રાખવાને બદલે કંપનીના ક્વાર્ટરલી નફાલક્ષી પરિણામો, ડિવિડન્ડ અને બોનસ પદ્ધતિ, સાથે બજારભાવ સંદર્ભે માર્કેટ બિહેવિયર અને ભવિષ્યના ફંડામેન્ટલ્સ ચકાસીને જ આગળનો નિર્ણય લેવો રોકાણકારો માટે હિતાવહ છે.
👉🏽 Join Channel :-
https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.