અદાણી ગ્રુપ સ્ટોક્સ : કયા શેરમાં રોકાણ સુરક્ષિત અને ક્યાં ઊંચો ગ્રોથ...?
અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રનું કન્ગલોમરેટ છે. જૂથની કંપનીઓમાં રોકાણ કરતા પહેલા દરેક શેરની ફંડામેન્ટલ, ટેકનિકલ સ્થિતિ, ડેબ્ટ, નફો અને ડિવિડન્ડની વિગતવાર માહિતી સમજવી ખૂબ જ જરૂરી છે.
મિત્રો આજે અહીં મુખ્ય ૯ કંપનીઓનું વિશ્લેષણ અને રોકાણકારો માટેનું માર્ગદર્શન રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, શ્રદ્ધા છે આપ સૌને ગમશે...
૧. અદાણી એન્ટરપ્રાઇઝિસ :-
અદાણી ગ્રુપની ફ્લેગશિપ ઇન્ક્યુબેટર કંપની. એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર અને એક્સપ્રેસવે જેવા નવા બિઝનેસનો આ કંપની હેઠળ વિકાસ થાય છે. જેમાં પ્રમોટર હોલ્ડિંગ અંદાજીત ૬૯.૭% છે અને જેમાં FII ૧૫-૧૭% અને DII ૬-૮%) જેટલું ધરાવે છે.
ફંડામેન્ટલ્સ અને ડેબ્ટ વાત કરીએ તો વાર્ષિક આવક રૂ ૧,૦૨,૯૦૦ કરોડથી વધુ છે. ગ્રોથ કેપેક્સના કારણે ગ્રોસ ડેબ્ટ ઊંચું અંદાજીત રૂ૯૦,૦૦૦ કરોડ+ રહે છે. નફો & ડિવિડન્ડ તરીકે EBITDA સ્થિર વધી રહ્યું છે. જ્યારે વાર્ષિક નજીવું ડિવિડન્ડ યીલ્ડ (૦.૧%) આપે છે અને બોનસ હિસ્ટ્રી મર્યાદિત છે.
ટેકનિકલ દૃષ્ટિએ સ્ટોક લાંબા ગાળાની અપટ્રેન્ડ ચેનલમાં છે ટૂંકમાં લાંબા ગાળાના એગ્રેસિવ રોકાણકારો માટે યોગ્ય ગણી શકાય.
૨. અદાણી પોર્ટ્સ અને SEZ :-
ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ ઓપરેટર અંદાજીત ૩૦% પોર્ટ માર્કેટ હિસ્સો ધરાવતી આ કંપનીમાં પ્રમોટર અંદાજીત ૬૫.૯%, FII ૧૫%, DII ૧૫% હિસ્સો ધરાવે છે.
ફંડામેન્ટલ્સ અને ડેબ્ટ તરીકે અદાણી ગ્રુપની સૌથી મજબૂત કેશ ફ્લો આપતી કંપની ગણી શકાય. ડેટ-ટુ-ઈબિટડા રેશિયો ઘટીને અંદાજીત ૨.૩x થયો છે, જે નાણાકીય શિષ્ટતા દર્શાવે છે. સતત ડબલ-ડિજિટ નફામાં વૃદ્ધિ એને નિયમિત રીતે ડિવિડન્ડ ચૂકવે છે જે યીલ્ડ ૦.૬% ૦.૮% આપ્યુંપણ હતું ટેકનિકલ દૃષ્ટિએ આ સ્ટોક ચાર્ટ પર 'હાયર હાઇ-હાયર લો' પેટર્ન દર્શાવે છે. કોર બાય એટલે કે ખરીદી કરો અને ભૂલી જાઓ નીતિ અપનાવતો રોકાણકાર આ ગ્રુપમાં સૌથી ઓછું જોખમ ધરાવતો અને મજબૂત સ્ટોક તરીકે ધ્યાને લઈ શકે છે.
૩. અદાણી પાવર :-
ભારતની સૌથી મોટી પ્રાઇવેટ થર્મલ પાવર ઉત્પાદક કંપની જેમાં પ્રમોટર અંદાજીત ૭૦%, FII ૧૮% હિસ્સો ધરાવે છે. ફંડામેન્ટલ્સ તરીકે પાવર ડિમાન્ડ વધવાથી કેપેસિટી યુટિલાઇઝેશન સારું છે. કંપનીએ છેલ્લા ૨ વર્ષમાં ડેબ્ટ નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે અને નફાની પા રેકોર્ડ પ્રોફિટ ચોખ્ખા નફામાં જોવા મળ્યો છે. ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ ઓછો છે પરંતુ નફો જાળવી રાખ્યો છે.
ટેકનિકલ રીતે મજબૂત બુલિશ મોમેન્ટમ પછી કન્સોલિડેશન મોડમાં છે પાવર સેક્ટર ગ્રોથ સાથે મધ્યમથી લાંબા ગાળા માટે 'એક્યુમ્યુલેટ' (અંતરાલે ખરીદી કરવી જોઈએ.
૪. અદાણી ગ્રીન એનર્જી :-
વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી (સોલર અને વિન્ડ) ડેવલપર્સમાંની એક આ કંપની છે શેર પ્રમોટર હોલ્ડિંગ અંદાજીત ૫૭%, FII ૧૮%, ટોટલએનર્જીસ જેવા ગ્લોબલ પાર્ટનર્સ પણ છે
ફંડામેન્ટલ્સ તરીકે કેપિટલ-ઇન્ટેન્સિવ બિઝનેસ હોવાથી દેવું ઊંચું છે, પરંતુ લાંબા ગાળાનાપાવર પરચેઝ એગ્રીમેન્ટ કેશ ફ્લોની વિઝિબિલિટી આપે છે. ઈબિટડા (EBITDA) માર્જિન ૭૦%+ ઊંચા રહે છે. ડિવિડન્ડ આપવા બદલે નફો ફરી રોકાણ કરવામાં આવે છે ટેકનિકલ હાઇ બેટા સ્ટોક (વધઘટ વધુ) વધુ છે. ગ્રીન એનર્જી થીમ માટે પોર્ટફોલિયોમાં SIP મોડમાં એક્યુમ્યુલેટ કરી શકાય.
૫ અદાણી એનર્જી સોલ્યુશન્ :-
પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગ બિઝનેસ ધરાવતી આ કંપની માં પ્રમોટર અંદાજીત ૬૮-૭૦%, FII ૧૭% હિસ્સો ધરાવે છે ફંડામેન્ટલ્સ તરીકે સ્ટેબલ રેગ્યુલેટેડ ટેરિફ રિટર્ન. ટ્રાન્સમિશન લાઇન અને સ્માર્ટ મીટરના ઓર્ડર બુક મજબૂત છે. નફો અને ડિવિડન્ડ તરીકે રેવન્યુ સ્ટેબિલિટી સારી છે, લોંગ ટર્મ પ્રોફિટ ગ્રોથ પોઝિટિવ છે. ટેકનિકલ રીતે બેઝ ફોર્મેશન પછી રિકવરી રેન્જમાં છે. સ્થિર વળતર આપતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ અર્થે મધ્યમ જોખમ ધરાવતા રોકાણકારો માટે યોગ્ય છે.
૬. અદાણી ટોટલ ગેસ :-
સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CNG અને PNG) કંપની તરીકે Total Energies સાથે ૫૦:૫૦ જોડાણ ધરાવે છે શેરહોલ્ડિંગ તરીકે પ્રમોટર અંદાજીત ૭૪.૮% (અદાણી + ટોટલ એનર્જીસ) ધરાવે છે.
ફંડામેન્ટલ્સ તરીકે દેવું નિયંત્રણમાં છે ડેબ્ટ રેશિયો ઓછો છે ગેસના કાચા માલના ભાવ અને માર્જિન પ્રેશરના કારણે નફાનો વૃદ્ધિ દર ધીમો થયો છે. ટેકનિકલ રીતે સ્ટોક વેલ્યુએશન મધ્યમ રેન્જ પર આવી ગયું છે. નવા CNG સ્ટેશન્સ અને EV ચાર્જિંગ નેટવર્ક વિસ્તરણ સાથે લાંબા ગાળા માટે રોકાણ અર્થે ન્યુટ્રલ-ટુ-પોઝિટિવ ગણી શકાય.
૭. અંબુજા સિમેન્ટ્સ :-
ભારતની બીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક સિસ્ટમનો હિસ્સો પ્રમોટર પાસે અંદાજીત ૭૦%+છે. ફંડામેન્ટલ્સ જોઈએ તો ઝીરો-નેટ ડેબ્ટ કંપની. છે અદાણીના ટેક-ઓવર પછી કેપેસિટી ડબલ કરવાનો લક્ષ્યાંક છે. નફો & ડિવિડન્ડ તરીકે મજબૂત ઈબિટડા પ્લસ રેગ્યુલર ડિવિડન્ડ ચૂકવણી કરવામાં આવે છે.
ટેકનિકલચાર્ટ પર મજબૂત કન્સોલિડેશન બ્રેકઆઉટ રેન્જ ધરાવે છે.ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ ગ્રોથ માટે શ્રેષ્ઠ કેશ-રિચ સ્ટોક ગણી શકાય.
૮. એસીસી
અંબુજા સિમેન્ટ્સની સબસિડિયરી અને ૧૦૦ વર્ષ જૂની પ્રીમિયમ સિમેન્ટ બ્રાન્ડ ધરાવતી એસીસી અંબુજા સિમેન્ટ્સમાં તેનો ૫૦%+ હોલ્ડિંગ ધરાવે છે
ફંડામેન્ટલ્સ મજબૂત બેલેન્સ શીટ, શૂન્ય દેવું અને વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવતી એસીસી સારું ડિવિડન્ડ યીલ્ડ અંદાજીત ૧% અને સતત નફાકારકતા ધરાવે છે. ટેકનિકલ વેલ્યુએશનની દ્રષ્ટિએ વાજબી સ્તરે ઉપલબ્ધ છે સેફ અને વેલ્યુ ઇન્વેસ્ટિંગ માટે યોગ્ય સિમેન્ટ શેર ગણી શકાય.
૯. એનડીટીવી (NDTV):-
મીડિયા અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રની કંપની તરીકે આ સ્ટોકમાં પ્રમોટર (અદાણી) ૬૪.૭% છે ફંડામેન્ટલ્સ સ્મોલ-કેપ કંપની છે. નવા પ્રાદેશિક અને ડિજિટલ ચેનલ્સ શરૂ કરીને બિઝનેસ સ્કેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નફાલક્ષી જોઈએ તો મીડિયા સેક્ટરમાં કટ-થ્રોટ કોમ્પિટિશન હોવાથી નફો હજુ મર્યાદિત છે. ડિવિડન્ડ યીલ્ડ નહિવત છે. ટેકનિકલ આઉટલુક તરીકે ધ્યાને લઈએ તો ઉંચી અસ્થિરતા વચ્ચે માત્ર હાઇ-રિસ્ક ટ્રેડર્સ માટે ભલામણ કરી શકાય અન્યથા કોર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો માટે ભલામણ નથી.
📊 નાણાકીય સરખામણી :-
અદાણી ગ્રુપની મુખ્ય ૯ કંપનીઓના નાણાકીય વિશ્લેષણ અને રોકાણ પ્રોફાઇલ મુજબ, જૂથમાં રોકાણ અર્થે વિવિધ ક્ષેત્રોમાં જોખમ અને વળતરનું મિશ્રણ જોવા મળે છે જેમ કે...
👉🏽અદાણી પોર્ટ્સ
પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે અગ્રણી સ્થાને છે. સતત ઘટતા દેવા સાથે તે ગ્રુપની મુખ્ય ‘કેશ ફ્લો લીડર’ કંપની છે, જેને લાંબા ગાળા માટે ઉચ્ચ રેટિંગ (૫-સ્ટાર) આપવામાં આવે છે.
👉🏽 અંબુજા સિમેન્ટ્સ :
સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ ક્ષેત્રે 'ઝીરો-નેટ ડેબ્ટ' (કેશ રિચ) સ્ટેટસ ધરાવે છે. કેપેસિટી વિસ્તરણ સાથે તે મજબૂત ગ્રોથ અને ઉચ્ચ સુરક્ષા (૫-સ્ટાર રેટિંગ) પૂરું પાડે છે.
⭐ અદાણી એન્ટરપ્રાઇઝિસ :-
અદાણી ગ્રુપનું ઇન્ક્યુબેટર છે, જે એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન અને ડેટા સેન્ટર જેવા નવા કેપેક્સ પ્રોજેક્ટ્સ માટે ઊંચું દેવું ધરાવે છે. તે હાઇ ગ્રોથ અને હાઇ રિસ્ક સાથે મધ્યમ-ઉચ્ચ રેટિંગ (૪-સ્ટાર) ધરાવે છે.
⭐ અદાણી પાવર :-
થર્મલ પાવર ઉત્પાદન ક્ષેત્રે વિજળીની વધતી માંગ વચ્ચે પોતાના દેવામાં સતત ઘટાડો કરી રહી છે. તે વેલ્યુ અને ગ્રોથ બંનેનું મિશ્રણ પૂરું પાડી મધ્યમ રેટિંગ (૪-સ્ટાર) ધરાવે છે.
⭐અદાણી ગ્રીન એનર્જી :-
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મોટા વિસ્તરણ માટે લાંબા ગાળાનું ઊંચું દેવું ધરાવે છે. ગ્લોબલ ESG રોકાણકારો માટે મોમેન્ટમ સ્ટોક હોવા છતાં અસ્થિરતા વચ્ચે મધ્યમ રેટિંગ (૩-સ્ટાર) ધરાવે છે.
⭐ એસીસી :-
સિમેન્ટ ક્ષેત્રે ૧૦૦% શૂન્ય દેવું અને મજબૂત બેલેન્સ શીટ ધરાવતી કંપની છે, જે સેફ અને વેલ્યુ ઇન્વેસ્ટિંગ માટે યોગ્ય ગણાય છે (૪-સ્ટાર રેટિંગ).
⭐ અદાણી ટોટલ ગેસ :-
સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે નીચા દેવા સાથે સ્થિર અને મધ્યમ ગ્રોથ પ્રોફાઇલ ધરાવે છે (૩-સ્ટાર રેટિંગ).
⭐ અદાણી એનર્જી સોલ્યુશન્સ :-
પાવર ટ્રાન્સમિશન અને સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રે મધ્યમથી ઊંચા દેવા સાથે સ્ટેબલ અને રેગ્યુલેટેડ કેશ ફ્લો રિટર્ન આપે છે (૩-સ્ટાર રેટિંગ).
⭐ એનડીટીવી :-
મીડિયા અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે નીચું દેવું ધરાવતો સ્મોલકેપ શેર છે, પરંતુ તીવ્ર હરીફાઈના કારણે હાઇ-રિસ્ક પ્રોફાઇલ દર્શાવે છે, જેથી સાવચેતી સાથે નીચું રેટિંગ (૨-સ્ટાર) આપવામાં આવે છે.
💡 લાંબા ગાળાના રોકાણકારો માટે આખરી ભલામણ
સૌથી સુરક્ષિત અને મજબૂત સ્ટોક્સ
અદાણી પોર્ટસ અને અંબુજા સિમેન્ટ અદાણી ગ્રુપમાં સૌથી મજબૂત કેશ-ફ્લો, ઓછું દેવું અને સ્પષ્ટ બિઝનેસ મોડેલ ધરાવે છે.
ગ્રોથ અને મોમેન્ટમ સ્ટોક્સ
અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીન જે ગ્રીન હાઇડ્રોજન, એરપોર્ટ અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના મોટો ગ્રોથ ડ્રાઇવર ધરાવે છે.
રોકાણની રીત :
અદાણી ગ્રુપના સ્ટોક્સમાં અચાનક એકસાથે (Lumpsum) રોકાણ કરવાને બદલે દર મહિને અથવા કોઈપણ મોટા કરેક્શન વખતે SIP મોડમાં ધીમે-ધીમે ખરીદી કરવી હિતાવહ રહેશે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.