અમેરિકા ના સચિવ માર્કો રૂબિયોએ ભારતની મુલાકાત દરમિયાન જણાવ્યું કે ભારત–અમેરિકા વચ્ચેનો આવનાર વ્યાપાર કરાર દ્વિપક્ષીય અર્થતંત્ર માટે લાભદાયી અને ટકાઉ રહેશે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વ્યાપાર મજબૂત બનાવવા માટે કાર્યવાહી ચાલુ છે અને અમેરિકાનું વ્યાપાર મિશન ટૂંક સમયમાં ફરી ભારતની મુલાકાત લેશે.
જૈશંકર સાથેની બેઠક પછી રૂબિયોએ જણાવ્યું કે ભારત જેવી વિશાળ અર્થવ્યવસ્થાની સાથે વ્યવહારનું સંતુલન સાધવું વધુ સાવચેતીની માંગ કરે છે, પરંતુ લાંબા ગાળે બંને દેશો માટે મજબૂતી લાવશે.
આ મુલાકાત દરમિયાન વિઝા અને ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓ ભારત તરફથી વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક વ્યાપાર સંબંધિત સમાચારને કારણે વોલેટિલિટી યથાવત રહ્યો છે. ભારત–અમેરિકા સંબંધોમાં સહકાર વધશે તેવી આશા વચ્ચે કેટલાક સેક્ટર્સમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ, ડિફેન્સ અને ઊર્જા સહકાર પર ભાર મૂકાતા, સાવચેતીના માહોલ વચ્ચે રોકાણકારોમાં હકારાત્મકતા જોવા મળી રહી છે.
અમેરિકાના વ્યાપાર રિબેલન્સિંગ અભિગમને કારણે કેટલાક ઉદ્યોગોમાં મર્યાદિત પ્રોફિટ બુકિંગ પણ નોંધાયું છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ભારત–અમેરિકા વ્યાપાર સંબંધોમાં સુધારો થતાં IT તથા ડિફેન્સ સંબંધિત કંપનીઓમાં મર્યાદિત ખરીદી જોવા મળી શકે છે. ખાસ કરીને ટેક આધારિત નિકાસકાર કંપનીઓ માટે આ સંદર્ભ બુલિશ બાયસ ઉભું કરી શકે છે.
વિઝા સંબંધિત ચર્ચાઓને કારણે IT સેક્ટરમાં ટૂંકા ગાળે વોલેટિલિટી યથાવત રહી શકે, પરંતુ વ્યાપાર કરારમાં પ્રગતિ થઈ તો ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ દેખાઈ શકે છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવવી યોગ્ય રહેશે. અમેરિકાની વૈશ્વિક વ્યાપાર નીતિમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી છે. વ્યાપાર કરાર અંગે વધુ સ્પષ્ટતા મળ્યા બાદ સેક્ટર-આધારિત બ્રેકઆઉટની સંભાવના ઉદ્દભવી શકે છે.
ડિફેન્સ, ક્રિટિકલ મિનરલ્સ અને ટેકનિકલ સર્વિસીસ સંબંધિત ક્વોલિટી શેરોમાં ઘટાડે તબક્કાવાર ખરીદી માટે યોગ્ય તક મળી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ભારત–અમેરિકા વ્યાપાર નીતિ સંબંધિત અપડેટ્સ બજારના ભાવને પ્રભાવિત કરી શકે છે. વ્યાપાર કરાર તરફ મજબૂત સંકેતો આવશે તો બજારમાં રેન્જ બાઉન્ડ વલણમાંથી બુલિશ બાયસ તરફ વલણ જોવા મળી શકે છે.
વિઝા સંબંધિત મુદ્દાઓ તથા ઊર્જા સહકાર પર હકારાત્મક પ્રગતિ થશે તો IT તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત શેરોમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાઈ શકે છે.






